Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેકવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો:​કેશોદના માણેકવાડા ગામની સીમમાં વાછરડાનું મારણ કરનાર દીપડો વનવિભાગના પાંજરે પુરાયો: ખેડૂતો અને રહીશોએ હાશકારો અનુભવ્યો.

    10 hours ago

    ​કેશોદ તાલુકાના માણેકવાડા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને વાડી અને ખેતર વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં દીપડાના ભયને કારણે ફફડાટ વ્યાપેલો હતો. આ દરમિયાન ગામની સીમમાં આવેલ શક્તિદાનભાઈ ગઢવીની વાડીમાં દીપડો ત્રાટક્યો હોવાની વિગતો સામે આવી હતી. દીપડાએ આ વિસ્તારમાં એક વાછરડાનું મારણ કરતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા. ​વાછરડાના મારણની ઘટના બાદ તાત્કાલિક ધોરણે વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વનતંત્રની ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને દીપડાને પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. જે સ્થળે મારણ થયું હતું તેની આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે મજબૂત પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ સાથે જ દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે વનકર્મીઓ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. ​વન વિભાગ દ્વારા જે પાંજરું મુકવામાં આવ્યું હતું તેમાં દીપડો પુરાતા જ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા હતા અને વનવિભાગને આ અંગે જાણ કરી હતી. વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ​માણેકવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડો ઝડપાઈ જવાથી સ્થાનિક રહીશો અને ખેડૂતોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે દીપડાના ભયને કારણે રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા જવું કે અન્ય કામકાજ કરવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ હવે વનવિભાગની આ સફળ કામગીરીથી ભય દૂર થયો છે. દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા ગ્રામજનોએ વનવિભાગનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, સિઝનનો સૌથી ગરમ દિવસ:કાળઝાળ ગરમીથી લોકો અકળાયા, 30 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા
    Next Article
    NEET પરીક્ષા રદ મામલે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:સયાજીગંજમાં રોડ પર ભાજપ વિરોધી નારા લગાવ્યા, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment