Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પરીક્ષા રદ મામલે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:સયાજીગંજમાં રોડ પર ભાજપ વિરોધી નારા લગાવ્યા, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓની અટકાયત કરી

    9 hours ago

    ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર રાજસ્થાનથી લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે 14મેએ વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર સાથે વિરોધ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. સયાજીગંજમાં નારેબાજી સાથે યુથ કોંગ્રેસનું પ્રદર્શન શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સયાજીગંજ વિસ્તારના ડેરી ડેન સર્કલ ખાતે પ્રદર્શન કરીને ઉગ્ર નારેબાજી કરી હતી. કાર્યકર્તાઓએ NEET પરીક્ષા અને પ્રધાનમંત્રી વિરોધી પોસ્ટરો લઈને સરકાર વિરુદ્ધ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ સમયે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવાયા હતા. સાથે પરીક્ષા લેનાર એજન્સીને રદ કરવાની માંગ કરી હતી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના આગેવાનોએ કહ્યું, પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) વિરુદ્ધ આકરા પ્રહાર કર્યાં હતા. સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. યુથ કોંગ્રેસ દ્વારા જાહેર માર્ગ પર વિરોધ દર્શાવતા ટ્રાફિક જામની સ્થિતિ પણ થોડોક સમય સર્જાઈ હતી. જો કે વિરોધ પ્રદર્શનમાં પોલીસે ભંગ પાડી 10થી વધુ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માણેકવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો:​કેશોદના માણેકવાડા ગામની સીમમાં વાછરડાનું મારણ કરનાર દીપડો વનવિભાગના પાંજરે પુરાયો: ખેડૂતો અને રહીશોએ હાશકારો અનુભવ્યો.
    Next Article
    Cyclone Storm in UP LIVE | નન્હે મિયાએ જણાવ્યું કે તે હવામાં કેવી રીતે ઉડયા | Heavy Wind | News |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment