Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, સિઝનનો સૌથી ગરમ દિવસ:કાળઝાળ ગરમીથી લોકો અકળાયા, 30 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા

    14 hours ago

    ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે સતત ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો સરેરાશ 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા. આજે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગરમીની સાથે 30 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીનો પારો વધતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવા આકરા તાપ લોકોએ સહન કરવો પડ્યો હતો. ગુરુવાર સિઝનનો સૌથી ગરમ દિવસ શહેરમાં એક જ ઝાટકે 5 ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 45.2 ડીગ્રીને પાર પહોંચતા આભ માથી જાણે રીતસર અંગારા વરસી રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું છે, આ સિઝનનું હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું. તેમજ 20 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. સાંજે 6ના સુમારે પણ જાણે ગરમ લૂ થી લોકો પ્રભાવિત થયા હતા. ભાવનગર શહેર-જિલ્લામાં ઉનાળાએ વૈશાખી સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ આજરોજ એક જ ઝાટકે 5 ડીગ્રી ના વધારા સાથે મહત્તમ તાપમાન 45.2 ડીગ્રીને પાર પહોંચતા આભ માથી જાણે રીતસર અંગારા વરસી રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું છે, આ સિઝન ની હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું, 20 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. સાંજે 6 ના સુમારે પણ જાણે ગરમ લું થી લોકો પ્રભાવિત થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં ભાવનગરમાં નોંધાયેલુ તાપમાન લૂથી બચવા આ પગલાં લેવા જોઈએ સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પ્રવાહી પીવું જોઈએ. જેમ કે લીંબુ સરબત, છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો આજે 14 મેએ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 50 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    'ફિલ્મો ફ્લોપ ગઈ છતાં આમિરનો દીકરો હોવાથી કામ મળે છે':જુનૈદ ખાને નેપોટિઝમ પર કહ્યું, 'પ્રોડ્યુસરને ફિલ્મ વેચવી હોય એટલે સ્ટાર કિડને પસંદ કરે છે'
    Next Article
    માણેકવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો:​કેશોદના માણેકવાડા ગામની સીમમાં વાછરડાનું મારણ કરનાર દીપડો વનવિભાગના પાંજરે પુરાયો: ખેડૂતો અને રહીશોએ હાશકારો અનુભવ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment