Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં આંશિક વિક્ષેપ:જથ્થો ઓછો થતા તંત્ર એક્શનમાં, ઈંધણની માંગને પહોંચી વળવા આયોજન; એસોસિએશનની સપ્લાય ચેન સુદ્રઢ કરવા રજૂઆત

    18 hours ago

    સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરનાર કંપનીઓની આંતરિક સપ્લાય ચેનમાં થોડી અડચણ આવવાને કારણે કેટલાક પંપ પર ઇંધણ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે, આ કોઈ મોટી અછત નથી, પરંતુ વિતરણ વ્યવસ્થામાં આવેલો ફેરફાર છે. સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીઝલ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે આ સપ્લાય ચેનને ફરીથી વેગવાન બનાવવામાં આવે જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે. અલ્થાણ અને અડાજણના પંપ પર કામગીરી ચાલુ અલ્થાણ વિસ્તારમાં કેટલાક પંપ સવારે બંધ જોવા મળ્યા હતા, પરંતુ પંપ સંચાલકો દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન આપી શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સ્ટોક ઓછો છે ત્યાં સાંજ સુધીમાં સપ્લાય આવી જશે. આ એક લોજિસ્ટિકલ પ્રક્રિયાનો ભાગ છે અને શહેરના ઘણા પંપ હજુ પણ રાબેતા મુજબ કાર્યરત છે. ખાનગી પંપના ગ્રાહકો સરકારી પંપ તરફ વળ્યા નાયરા જેવી ખાનગી કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવતા વાહનચાલકો હવે સરકારી પેટ્રોલ પંપ (IOC, HPCL, BPCL) તરફ વળ્યા છે. ગ્રાહકોના આ અચાનક ડાયવર્ઝનને કારણે સરકારી પંપ પર રહેલો સ્ટોક અંદાજ કરતા વહેલો પૂરો થઈ રહ્યો છે અને તેના કારણે થોડી લાઈનો જોવા મળી રહી છે. આ સ્થિતિ માત્ર વધારાની માંગને પહોંચી વળવા માટેની છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે. ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય સુધારવા પર ભાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ સ્ટોક ખાલી હોવાની ફરિયાદો એસોસિએશનને મળી છે. ખેતી અને પરિવહનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગામડાઓના પંપ પર પ્રાથમિકતાના ધોરણે સપ્લાય પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડીલરો અને એસોસિએશન વચ્ચે સંકલન સાધીને જરૂરિયાત મુજબના જથ્થાની ફાળવણી કરવામાં આવી રહી છે. કલેક્ટર અને પેટ્રોલિયમ કંપનીઓની બેઠક સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીએ પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓને બેઠક માટે તેડું મોકલ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સપ્લાયમાં આવતા અવરોધોને દૂર કરી વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. એસોસિએશન દ્વારા પણ સપ્લાય અને વધતી માંગના સંતુલન માટે મહત્વની રજૂઆતો કરવામાં આવશે. ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા સૂચના જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પાટિયા જેવા વિસ્તારોમાં સ્ટોક પૂર્ણ થતા લોકો ચોકબજાર તરફના પંપો પર વળ્યા હતા. આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ તંત્ર સતર્ક છે. લોકોએ સંયમ જાળવ્યો છે અને તંત્ર દ્વારા પૂરતો સ્ટોક સમયસર પહોંચાડવા માટે કંપનીઓને સૂચના આપી દેવામાં આવી છે. નિષ્ણાંતોનો મતે ગભરાટ વગર સહકારની અપેક્ષા સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, સરકારી કંપનીઓ (IOC, HPCL, BPCL) પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માત્ર વિતરણમાં ઝડપ વધારવાની જરૂર છે. સપ્લાયમાં થયેલો આ ફેરફાર ટૂંકા ગાળાનો છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 72 IAS અધિકારીઓની બદલી:જે.કે. જાદવને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી
    Next Article
    સ્માર્ટ સિટી દાહોદના વણઝારવાડમાં હવે પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો:વોર્ડ નંબર 7 માં બનેલી પાણીની ટાંકી ફરી કાર્યરત થતા લોકોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment