Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં ઇંધણની સ્થિતિ નિયંત્રણમાં:વૈશ્વિક ક્રૂડ સંકટ છતાં પુરવઠો સામાન્ય, કોઈ અછત નથી

    6 hours ago

    પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ 104 ડોલરને પાર કરી ગયા હોવા છતાં, સંઘપ્રદેશ દમણમાં ઇંધણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે પુરવઠો સામાન્ય છે અને કોઈ અછત નથી. દમણમાં અંદાજે 30 જેટલા પેટ્રોલ પંપ નોંધાયેલા છે, જ્યાં ઔદ્યોગિક અને પ્રવાસન ગતિવિધિઓને કારણે ઇંધણની ભારે માંગ રહે છે. સત્તાવાર આંકડાઓ મુજબ, દમણમાં પેટ્રોલનું દૈનિક સરેરાશ વેચાણ 197 કિલોલિટર અને ડીઝલનું 590 કિલોલિટર જેટલું ઊંચું છે. બે અઢી મહિના પહેલા યુદ્ધ વચ્ચે અફવાઓને કારણે દમણ અને વાપી બોર્ડરના પંપો પર લોકોએ ગભરાટમાં આવીને પેનિક બાઇંગ કર્યું હતું. સળંગ રજાઓના કારણે ડીલર્સના પેમેન્ટમાં વિલંબ થવાથી કેટલાક પંપોનો જથ્થો ટૂંકાગાળા માટે ખાલી થઈ ગયો હતો અને પંપ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, ઇન્ડિયન ઓઇલ અને સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ઇંધણની કોઈ જ અછત નથી અને સપ્લાય ચેઇન સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાલમાં દમણમાં પેટ્રોલ 92.44 રૂપિયા અને ડીઝલ 87.94 રૂપિયાના સ્તરે સ્થિર છે. આર્થિક જોખમો અને કિંમતી વિદેશી હૂંડિયામણને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સભામાં દેશવાસીઓને ઐતિહાસિક અપીલ કરી છે. તેમણે ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવા, પેટ્રોલ-ડીઝલનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા અને ઓફિસોમાં ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર અપનાવવાનો અનુરોધ કર્યો છે. આર્થિક રીતે આ પગલું અત્યંત મહત્વનું છે, કારણ કે ભારત દર વર્ષે અંદાજે 800 ટન સોનું આયાત કરે છે. જો ભવિષ્યમાં ક્રૂડના ભાવ વધુ વધશે તો દમણના ઔદ્યોગિક ટ્રાન્સપોર્ટેશન અને MSME સેક્ટરના નફા પર ભારે નકારાત્મક અસર પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ચિત્રા વિસ્તારમાં બાળકોની રમવા બાબતે બબાલ:આ જગ્યા તારા બાપની છે?” કહી ઝઘડો શરૂ કર્યો, મારામારીમાં યુવક, પિતા અને પુત્રીને ઈજા; બે મહિલા સહિત 5 સામે ફરિયાદ
    Next Article
    AMCની પ્રિ-મોન્સૂન કામગીરી, પ્રથમ રાઉન્ડમાં 65,871 કેચપીટોની સફાઈ:પ્રહલાદનગર-વેજલપુરના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી સપ્લાય આપવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment