Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની પ્રિ-મોન્સૂન કામગીરી, પ્રથમ રાઉન્ડમાં 65,871 કેચપીટોની સફાઈ:પ્રહલાદનગર-વેજલપુરના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી સપ્લાય આપવામાં આવશે

    6 hours ago

    અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ન આવે તે માટે શહેરભરમાં કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણતાના આરે છે. બીજી તરફ, જાહેર ગટરમાં ફૂડ વેસ્ટ નાખીને લાઈન ચોકઅપ કરનાર વ્યવસાયિક એકમો સામે કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ રાઉન્ડમાં ઝોન વાઈઝ 65,871 કેચપીટોની સફાઈ પૂર્ણ પ્રહલાદનગરમાં પાણીની લાઈનનું સમારકામ, સપ્લાય પર અસર પ્રહલાદનગરથી આનંદનગર રોડ પર પેન્ટાલૂન્સ પાસે 800 મી.મી. વ્યાસની મુખ્ય પાણીની લાઈનમાં લીકેજ થતાં આવતીકાલે રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. જોધપુર વોર્ડ (પ્રહલાદનગર, શ્રદ્ધા, પ્રમુખ, ગોકુલ આવાસ) અને વેજલપુર વોર્ડ (ગામતળ, શૈવાલી, સૂર્યનગર, બળદેવનગર)માં આવતીકાલે સવારના નિયમિત સપ્લાય બાદ ઉપલબ્ધ જથ્થા મુજબ જ પાણી મળશે, જેથી નાગરિકોને જરૂરી સંગ્રહ કરી લેવા વિનંતી છે. કેચપીટમાં કચરો નાખનાર 'માધવ રાજસ્થાની ઢાબા' સીલ શાહીબાગ વોર્ડમાં નમસ્કાર સર્કલ પાસે ચેકિંગ દરમિયાન ગંભીર લાપરવાહી સામે આવી હતી. 'માધવ રાજસ્થાની ઢાબા' ના માલિક દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કેચપીટમાં ફૂડ વેસ્ટ અને કચરો નાખવામાં આવતો હતો. આ ગંદકીને કારણે લાઈન ચોકઅપ થવાની અને ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા હોવાથી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તાત્કાલિક અસરથી આ દુકાનને સીલ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    દમણમાં ઇંધણની સ્થિતિ નિયંત્રણમાં:વૈશ્વિક ક્રૂડ સંકટ છતાં પુરવઠો સામાન્ય, કોઈ અછત નથી
    Next Article
    IPL 2026 Live: Shreyas Iyer Nears Fifty As 2-Down PBKS Eye 200 Plus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment