Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષાચાલકનું હાર્ટ એટેકથી મોત:રાજકોટમાં સામસામે બે બાઈક અથડાતા બંગાળી કારીગરનું મોત, બીમારીથી કંટાળી વૃધ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાત

    6 hours ago

    રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ગોવિંદભાઈ લીડીયા (ઉં.વ.44) ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાની રિક્ષા લઈને રેસકોર્સ રિંગરોડ પર ગેલેક્સી સિનેમાની સામે ઉભા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવ અંગેની જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થ ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી જેના પ્રાથમિક રિપોર્ટમાં તેમનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં અશોકભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. સામસામે બે બાઈક અથડાતા બંગાળી કારીગરનું મોત મૂળ પશ્ચિમ બંગાળના કલકત્તાનો વતની અને રાજકોટમાં રામનાથપરા ચોકમાં રહેતો મુસ્તાક ઉર્ફે બાપી રાજુ એસકે (ઉં.વ.22) ગત તા.9 મેંના રોજ રાત્રીના 11 વાગ્યાં આસપાસ જમીને બાઈક લઈને ઘરેથી ચા પીવા હોટેલે જતો હતો ત્યારે સાંતકબીર રોડ પર જલગંગા ચોક પાસે પહોંચતા સામેથી આવતા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા તત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુસ્તાક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. ચાર વર્ષથી રાજકોટમાં રહેતો હતો અને કાસ્ટિંગ ભઠ્ઠીમાં કામ કરતો હતો. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. બીમારીથી કંટાળી વૃધ્ધાનો આપઘાત રાજકોટના નંદા હોલ પાસે રહેતા મણીબેન ધનજીભાઈ ચભાડીયા (ઉં.વ.75) આજે સવારના 10.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આજે સવારે 4 વર્ષની પૌત્રી નાસ્તો કરવા માટે દાદીને તેના રૂમમાંથી બોલાવવા ગઈ ત્યારે તેણે દાદીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા તુરંત પોતાના મમ્મીને જાણ કરી હતી અને બાદમાં પરિવારજનો તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. મણીબેનને સંતાનમાં 3 દીકરા અને 2 દીકરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મણીબેન છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા જેનાથી કંટાળી અંતિમ પગલું ભરી હોવાનું અનુમાન છે ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. નોકરીએથી આવવામાં મોડું થયું તો પતિ, સાસુ, અને સસરાએ માર માર્યો રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન સાગરભાઈ ગોહેલ (ઉં.વ.33) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પતિ સાગર, સાસુ, પ્રભાબેન, સસરા ભાવસિંહએ ઝગડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી પરિણીતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રીનાબેન અને તેના માતા રેખાબેન હસમુખભાઈ નિમાવતે પોલીસને જણાવ્યું હતું કે, રીનાબેને 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાગર ટેક્સ એકાઉન્ટન્ટ તરીકે પ્રાઈવેટ નોકરી કરે છે. રીનાબેન પરિવારને મદદરૂપ થવા ચિલ્ડ્રન વેર કપડાનાની દુકાનમાં નોકરીએ જાય છે. અગાઉ બંને પતિ પત્ની એકલા રહેતા હતા બાદમાં સાસુ સસરા સાથે રહેવા આવ્યા હતા. દરમ્યાન સંતાન બાબતે સાસુ સસરા મેણાટોણા મારી ઝગડો કરતા હતા અને ગઈકાલે રાત્રે રીનાબેનને કપડાંની દુકાનેથી આવવામાં મોડું થયું હતું જેથી કેમ મોડું થયું કહીં ઝઘડો કરી અને માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પ્રદ્યુમનનગર પોલીસે રીનાબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી રોડ પર રહેતા યુવાન ઉપર તેમના સાળાઓનો હુમલો મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા રવિ ગોગીયા (ઉ.વ.30) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ વાંકાનેર તાલુકાના રંગપુર ગામે આવેલ આઈધામ મંદિરે સમૂહ લગ્નમાં હતો ત્યારે સામેવાળા તેના સાળા કાળુ જાદવ અને દિલીપ જાદવ તથા મયુર જાદવએ ઝઘડો કરી માર માર્યો હતો. બનાવ અંગે રવિએ જણાવ્યું હતું કે તે ફેબ્રિકેશનનું કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. તેણે લવ મેરેજ કર્યાં હતા. જે પછીથી તેમની પત્નીના ભાઈઓ અને પત્નીના માવતાર પક્ષના સભ્યો સાથે તકરાર ચાલતી હતી. જેનો ખાર રાખીને ગઈકાલે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે રવિનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર પોલીસનું મેગા રેન્ડમ ચેકિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ:અસામાજિક તત્વોના વિસ્તારો લોકેટ કરી ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરાશે: સિટી DySP
    Next Article
    રીઢો ચેઇન સ્નેચર ઝડપાયો:ગાંધીનગરમાં છુપાયેલો સાયન્સ સિટી ચેઇન સ્નેચિંગનો આરોપી LCBના સકંજામાં, 4 માસથી પોલીસને હાથતાળી આપતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment