Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીઢો ચેઇન સ્નેચર ઝડપાયો:ગાંધીનગરમાં છુપાયેલો સાયન્સ સિટી ચેઇન સ્નેચિંગનો આરોપી LCBના સકંજામાં, 4 માસથી પોલીસને હાથતાળી આપતો હતો

    6 hours ago

    અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચેઈન સ્નેચિંગની ઘટનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક રીઢા આરોપીને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માણસા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં આ આરોપી અગાઉ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. સોલામાં થયેલી લૂંટનો આરોપી માણસામાં છુપાયો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.વાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સોલા વિસ્તારમાં થયેલી લૂંટનો આરોપી માણસામાં છુપાયો છે. આ બાતમીના આધારે ટીમે માણસા શહેરના માલણ વાસમાં જોગણી માતાના મંદિર પાસે આવેલા વિક્રમજી ઠાકોરના મકાનમાં દરોડો પાડીને 32 વર્ષીય નરેશજી ઉર્ફે ભોલો પ્રહલાદજી ઠાકોર ને દબોચી લીધો હતો. જે મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામનો રહેવાસી છે. મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આશરે આઠ મહિના પહેલા તેણે તેના અન્ય બે મિત્રો મહેશ ઉર્ફે લટું કાળાજી ઠાકોર અને રજની બચુજી ઠાકોર (બંને રહે. કુંડાળ, તા. કડી) સાથે મળીને અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં રાત્રિના સમયે ચાલતા જઈ રહેલા એક દંપતી પૈકી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી હતી. આરોપી ધરપકડથી બચવા 4 મહિનાથી નાસતો ફરતો આ ગુનામાં તેના બંને મિત્રો અગાઉ પકડાઈ ગયા હતા, જ્યારે નરેશ ઉર્ફે ભોલો પોલીસ ધરપકડથી બચવા છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો હતો. જે અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આ રીઢા ગુનેગાર વિરુદ્ધ અગાઉ કડી, સોલા હાઈકોર્ટ, સાબરમતી અને દહેગામ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ચોરી, મારામારી અને પ્રોહિબિશન જેવા સાત જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    રીક્ષાચાલકનું હાર્ટ એટેકથી મોત:રાજકોટમાં સામસામે બે બાઈક અથડાતા બંગાળી કારીગરનું મોત, બીમારીથી કંટાળી વૃધ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાત
    Next Article
    From Japan's Kakigori To India's Chuski, Why Shaved Ice Desserts Are Summer's Most Loved Treat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment