Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા ટ્રાફિક પોલીસે ખેડૂતોને રેડિયમ પટ્ટી લગાવવા માર્ગદર્શન આપ્યું:નવાગંજ ખાતે અકસ્માતો ઘટાડવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    6 hours ago

    બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુરના નવાગંજ ખાતે ખેડૂતો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલા અને માર્કેટ યાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમણે ટ્રેક્ટર, છકડા રિક્ષા સહિતના વિવિધ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. વાહનચાલકોને માર્ગ સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાથી રાત્રિના સમયે વાહનો આગળ અને પાછળથી સ્પષ્ટપણે દેખાય છે. ખાસ કરીને ઓછી વિઝિબિલિટીવાળા વિસ્તારોમાં આનાથી અકસ્માતો થવાની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી થાય છે. પીઆઈ કે.એચ. બિહોલાએ ખેડૂતોને સમજાવ્યું કે, જેમ લોકો પોતાના વાહનો પર પ્રિય વ્યક્તિઓ અથવા દેવી-દેવતાઓના ફોટા લગાવે છે, તેવી જ રીતે સુરક્ષા માટે રેડિયમ પટ્ટી લગાવવી પણ અત્યંત જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન, તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદી વડોદરામાં, કોંગ્રેસના કોર્પોરેટર પર પોલીસની નજર:થોડીવારમાં કરશે સરદાર ધામ 3નું લોકાર્પણ; રોડ શોમાં કાંતારા કરશે PMનું સ્વાગત
    Next Article
    પિતાએ પૈસા ન આપતા પુત્રએ ચપ્પુના 4 ઘા ઝીંકી દીધા:ઉધનામાં રહેતા પુત્રએ નવા કપડા ખરીદવા 10 હજાર માગ્યા હતા, ઊંઘમાં જ પિતા પર જીવલેણ હુમલો કરી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment