Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી વડોદરામાં, કોંગ્રેસના કોર્પોરેટર પર પોલીસની નજર:થોડીવારમાં કરશે સરદાર ધામ 3નું લોકાર્પણ; રોડ શોમાં કાંતારા કરશે PMનું સ્વાગત

    17 hours ago

    PM મોદી આજે(11 મે) ગુજરાતના પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લઈ વડોદરા પહોંચી ગયા છે. અહીં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે. બાદમાં ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો પણ કરશે. આ પહેલાં તેઓ ઓપરેશન સિંદૂર બાદ મે, 2025માં વડોદરા આવ્યા હતા. જ્યારે ગુજરાતની મુલાકાતે 31 માર્ચ-2026ના રોજ આવ્યા હતા. PMના રોડ શોને લઇને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોને ભવ્ય બનાવવા રૂટ પર 15 થીમ આધારિત સ્ટેજ તૈયાર કર્યા છે. આ સ્ટેજ પરથી અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરાશે. પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત હશે. રૂટ પર વિવિધ પોસ્ટર-બેનર સાથે અદભૂત લાઇટિંગ કરાયું છે. સાથે રોડની બંને બાજુ થ્રી લેયરમાં બેરિકેડિંગ કરાયું છે. ગરમીને ધ્યાનમાં રાખીને પાણી તેમજ ORSની વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરાયા છે. અગાઉ આજે સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ બીજા કારણોસર પણ ખાસ છે. આ દિવસે, 11 મે 1998ના રોજ, દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વિશ્વભરની શક્તિઓ ભારતને દબાવવા માટે આગળ આવી હતી. પીએમએ કહ્યું કે ભારત માટે બધા રસ્તા બંધ થઈ ગયા હતા, પરંતુ આપણે ડર્યા નહીં, આપણે અડગ રહ્યા. ભારતે પોખરણ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. કારણ કે શિવની સાથે શક્તિની પૂજા કરવી આપણી પરંપરા રહી છે. હું ભગવાન સોમનાથના ચરણોમાં નમન કરું છું અને ઓપરેશન શક્તિને અભિનંદન આપું છું. આ પણ વાંચો: 150 કરોડના ખર્ચે સરદારધામ-3 વડોદરામાં તૈયાર, દીકરી હોસ્ટેલ બહાર જશે તો સીધો માતા-પિતાને જશે મેસેજ આ પણ વાંચો: સોમનાથમાં મોદી; આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝ પંજાબનો 'થલાપતિ વિજય' બનશે?:સિંગરના રાજકારણમાં પ્રવેશવાની ચર્ચાઓ તેજ; ચૂંટણી લડવા અંગે દિલજીતનો ખુલાસો
    Next Article
    બનાસકાંઠા ટ્રાફિક પોલીસે ખેડૂતોને રેડિયમ પટ્ટી લગાવવા માર્ગદર્શન આપ્યું:નવાગંજ ખાતે અકસ્માતો ઘટાડવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment