Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોલ પ્લાઝા કાલથી કેશલેસ થશે:ટેક્સ બચાવવા માટે આજે છેલ્લો દિવસ, 4 જરૂરી કામ પતાવો; આવતીકાલથી બદલાશે આ 10 નિયમો

    8 hours ago

    આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. વાહનચાલકો માત્ર ફાસ્ટેગ અથવા UPI પેમેન્ટ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવી શકશે. આ ઉપરાંત, આજે રાત્રે 12 વાગ્યા પછી દેશમાં ટેક્સ અને બેંકિંગ સંબંધિત 3 મોટા કામોની ડેડલાઇન પૂરી થઈ રહી છે. આવતીકાલથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત 10 નિયમો પણ બદલાઈ જશે. આજ રાત સુધીમાં આ 4 કામ પતાવો… 1. સરકારી યોજનાઓ સક્રિય રાખો: PPF, NPS અને સુકન્યામાં ન્યૂનતમ બેલેન્સ જમા કરો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ને ચાલુ રાખવા માટે દર વર્ષે ₹250 થી ₹500 સુધીની ન્યૂનતમ રકમ જમા કરવી ફરજિયાત છે. જો ખાતું બંધ થઈ ગયું હોય તો તેને ફરીથી ચાલુ કરાવવા માટે પેનલ્ટી લાગશે અને બેંકના ધક્કા ખાવા પડશે. 2. જૂની ટેક્સ રિજીમમાં બચતનો મોકો: 80C અને 80D હેઠળ રોકાણ કરો જૂની ટેક્સ રિજીમમાં ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની છૂટ મેળવવા માટે તમે PPF, લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત, 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને મેડિકલ ખર્ચાઓ પર 1 લાખ સુધીની છૂટ મળે છે. 1 એપ્રિલ કે તે પછી કરવામાં આવેલું રોકાણ આવતા વર્ષના ખાતામાં ગણવામાં આવશે. 3. સેલરી ક્લાસ માટે જરૂરી: ઓફિસમાં જમા કરો ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જો તમે નોકરીયાત છો, તો તમારે તમારી ઓફિસમાં રોકાણના પુરાવા જમા કરાવવા પડશે. આમાં ઘરના ભાડાની રસીદો, વીમા પ્રીમિયમની રસીદ, હોમ લોનના વ્યાજનું પ્રમાણપત્ર શામેલ છે. જો તમે આ દસ્તાવેજો સમયસર જમા નહીં કરાવો, તો કંપની તમારા છેલ્લા પગારમાંથી વધુ TDS કાપી લેશે. તેને પાછું મેળવવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા સુધી રાહ જોવી પડશે. 4. ટોલ પ્લાઝા પર કાલથી રોકડ ચુકવણી બંધ: ફક્ત ફાસ્ટેગ અથવા UPI થી ચુકવણી જો તમારી પાસે ગાડી છે તો આજે જ તમારી ગાડીમાં ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ કરી લો. જો તમે ફાસ્ટેગનો ઉપયોગ નથી કરતા, તો ખાતરી કરો કે તમારા સ્માર્ટફોનમાં UPI પેમેન્ટની સુવિધા ચાલુ હોય. કાલથી ડિજિટલ પેમેન્ટ વિના ટોલ પ્લાઝા પર પહોંચવા પર તમારે દંડ ભરવો પડી શકે છે અથવા તમને પાછા મોકલી શકાય છે. કારણ કે, બધા ટોલ પર ફક્ત ફાસ્ટેગ અથવા UPI થી જ ટેક્સ ચૂકવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    Cities with breathtaking skylines
    Next Article
    MP-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા:હિમાચલ પ્રદેશ અને લદ્દાખના દ્રાસમાં બરફવર્ષા; દિલ્હીમાં ધૂમ્મસ છવાયું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment