Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકેટથી વિવેક રંજન અગ્નિહોત્રીની બાલ્કનીમાં લાગી આગ:'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર ભડક્યા, પછી પોસ્ટ ડિલીટ કરીને કહ્યું- નારાજગીનું કારણ બનવું નથી

    8 hours ago

    ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીના ઘરે દિવાળીના દિવસે રોકેટથી આગ લાગવાની સ્થિતિ સર્જાઈ ગઈ. સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો, જોકે દિગ્દર્શકે મેયરના નામે પત્ર લખીને લોકોની બેદરકારી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચર્ચામાં આવ્યા બાદ હવે વિવેક રંજન અગ્નિહોત્રીએ પોસ્ટ ડિલીટ કરી દીધી અને કહ્યું કે તેઓ કોઈની નારાજગીનું કારણ બનવા માંગતા નથી. રોકેટથી સોફામાં આગ લાગી, કૂતરાએ ચેતવણી આપી વિવેક રંજન અગ્નિહોત્રીએ સત્તાવાર X એકાઉન્ટ પરથી પહેલાં લખ્યું હતું, ‘ગઈ રાત્રે એક બેકાબૂ રોકેટ અમારા ઘરની બાલ્કનીમાં મૂકેલા સોફા સાથે અથડાયું, જેના કારણે તેમાં આગ લાગી ગઈ. સદનસીબે અમારા કૂતરાઓએ સમયસર અમને ચેતવી દીધા અને સોફાનું કાપડ આગથી બચાવનારું હતું, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અમને હંમેશાં ભય રહેતો હતો કે ક્યારેક આવું થઈ શકે છે. આ વખતે અમારી કિસ્મત સારી હતી, પરંતુ જે લોકો આવી દુર્ઘટનાઓનો ભોગ બન્યા છે, તેમનું શું?’ આગળ વિવેકે લખ્યું હતું, ‘દિવાળી ઉજવવાનું કોને પસંદ નથી? પરંતુ અહીં-ત્યાં જઈને પડતા રોકેટ આપણી સાંસ્કૃતિક ઓળખ નથી, પરંતુ આગ લાગવાનું મોટું જોખમ છે. આપણી મહાન સંસ્કૃતિ આપણને ક્યારેય નિર્દોષ લોકોના જીવ, તેમના ઘરો અને સંપત્તિને જોખમમાં મૂકવાની પરવાનગી આપતી નથી. તમારી અપીલ ભલે થોડી મોડી આવી હોય, પરંતુ જ્યાં સુધી નિયમોનું કડકાઈથી પાલન નહીં કરાવવામાં આવે, ત્યાં સુધી આવી અપીલોનો કોઈ ખાસ અર્થ રહેશે નહીં. જવાબદારી માત્ર ફટાકડા ફોડનારાઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. જાગૃતિ ફેલાવવાની, અદાલતના આદેશોનું પાલન કરાવવાની, અગ્નિ સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને આવા ઉલ્લંઘનોને રોકવાની જવાબદારી જેમની છે, તે અધિકારીઓ અને વિભાગોને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.’ થોડા કલાકો બાદ જ વિવેકે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. અને તેની જાણકારી આપતાં લખ્યું, ‘હું મારી અગાઉની ટ્વીટ ડિલીટ કરી રહ્યો છું. હું ન તો કોઈની નારાજગીનું કારણ બનવા માગું છું અને ન તો કોઈના સાંસ્કૃતિક અથવા પર્યાવરણ સંબંધિત વિચારોને પ્રોત્સાહન આપવા કે નબળા પાડવા માગું છું.’ દેશભરમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા દિવાળીની સાંજે સમાચાર આવ્યા કે કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાનની બિલ્ડિંગમાં આગ લાગી છે. જોકે સોમવારે તેમણે પોતે જણાવ્યું કે આગ તેમની બિલ્ડિંગમાં નહીં, પરંતુ નજીકના એક બાંધકામ હેઠળના ટાવરમાં લાગી હતી. આ ઉપરાંત પણ અનેક બિલ્ડિંગો રોકેટને કારણે આગની ઝપેટમાં આવી ગઈ. દિવાળીની સાંજે મુંબઈનાં મેયર રિતુ તાવડેએ જનતાને સાવચેતી રાખવાની અપીલ કરી હતી. વિવેક રંજન અગ્નિહોત્રીને વર્ષ 2023ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે ધ બંગાલ ફાઇલ્સ બનાવી, જે 2025માં રિલીઝ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    दिल्ली में शुरू हुई नमो यमुना रिवर सफारी, 12 KM का सफर, जानें किराये से लेकर एंट्री के नियम तक सबकुछ
    Next Article
    4 દુષ્કર્મના કેસમાં હોલિવૂડ હીરો દોષી જાહેર!:રસેલ બ્રાન્ડને 10 વર્ષની સજા, કોર્ટે કહ્યું- તમે યૌન શિકારી છો; 2 વર્ષમાં કેટી પેરી સાથેનું લગ્નજીવન તૂટ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment