Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગી હતી, આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

    6 hours ago

    જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે અને જૂનાગઢમાં રહી સ્પામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત પાછળનું કારણ અકબંધ હોય પોલીસે હાલ સ્પામાં કામ કરતા અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. મૃતક યુવતી અઠવાડિયા પહેલા જ સ્પામાં નોકરી પર લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઝાંઝરડા રોડ પર આવેલા 'નેચરલ સ્પા'નો બનાવ ઝાંઝરડા રોડ પર શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતા નેચરલ સ્પામાં કામ કરતી બબીતા શોભિત નામની 36 વર્ષીય યુવતીએ સ્પાની અંદર જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ સ્પામાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને સંચાલકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક યુવતી યુપીની રહેવાસી હોય તેના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવી શકે. મૃતક યુવતી અઠવાડિયા પહેલા જ સ્પામાં નોકરી પર લાગી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની બહેન છેલ્લા ત્રણ વર્ષથી અહીં સ્પામાં કામ કરતી હતી. મૃતક બબીતા એક અઠવાડિયા પહેલા જ અહીં નોકરી પર લાગી હતી. એક અઠવાડિયામાં જ એવું શું બન્યું કે યુવતીએ આત્મહત્યા કરી લેવી પડી તેને લઈ પોલીસે હાલ તપાસ શરૂ રકી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂડિયા પુત્રના ત્રાસથી પરિવારે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ માંગી:ભીની આંખે પિતાએ કહ્યું-'આખા ઘરને નરક બનાવી દીધું, દિવ્યાંગ બહેનને પણ ત્રાસ આપે છે, આનો કોઈ રસ્તો કરો'
    Next Article
    સહકારી મંડળીઓમાં પારદર્શિતા વધારવા સરકારનો મોટો નિર્ણય:કસ્ટોડિયન અને તપાસ અધિકારીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર, 2030 સુધી અમલમાં રહેશે નિયમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment