Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂડિયા પુત્રના ત્રાસથી પરિવારે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ માંગી:ભીની આંખે પિતાએ કહ્યું-'આખા ઘરને નરક બનાવી દીધું, દિવ્યાંગ બહેનને પણ ત્રાસ આપે છે, આનો કોઈ રસ્તો કરો'

    6 hours ago

    વલસાડ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ પિતાએ પોતાના પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળીને સમગ્ર પરિવાર માટે 'ઈચ્છા મૃત્યુ'ની પરવાનગી માંગી છે. અબ્રામા વિસ્તારમાં રહેતા આ પરિવારે કલેક્ટર સમક્ષ લેખિતમાં આ કરુણ વિનંતી કરી છે. ઘરમાં તોડફોડ કરી અપશબ્દો બોલે છે વલસાડના અબ્રામા ખાતે રહેતા સુરેશભાઈ નાઈકે કલેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમનો નાનો પુત્ર હેમંત નાઈક (ઉં.વ. 43) છેલ્લા 20 વર્ષથી દારૂના રવાડે ચઢી ગયો છે. તે દરરોજ દારૂ પીને ઘરે આવે છે અને વૃદ્ધ માતા-પિતા તેમજ જન્મથી દિવ્યાંગ બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, આખા ઘરને નરક બનાવી દીધું છે આનો કોઈ રસ્તો કરો. પુત્ર હેમંત ઘરમાં અપશબ્દો બોલે છે, તોડફોડ કરે છે અને અસહ્ય ગંદકી ફેલાવે છે. ‘અમે 20 વર્ષથી એનો ત્રાસ સહન કરીએ છીએ’ સુરેશ નાઈકે જણાવ્યું કે, મારો પુત્ર ધમાલ કરે છે, અશ્લિલ શબ્દો બોલે છે, અમે 20 વર્ષથી એનો ત્રાસ સહન કરીએ છીએ. તે શાંતિથી જમવા પણ દેતો નથી. અમારે હવે જીવીને શું કરવું. જો તંત્ર બીજી કોઈ જગ્યાએ એની સગવડ કરતું હોય તો અમે રાજી છીએ, પણ એ અમારા જ ઘરમાં રહીને અમારૂ જ જમીને નરક સમાન યાતના આપે એ અમને નહીં ગમે. વૃદ્ધના જણાવ્યા અનુસાર, પુત્ર ઘરે આવે ત્યારે ઘરમાં એવી દુર્ગંધ ફેલાય છે કે પરિવારનું જીવવું મુશ્કેલ બની જાય છે. પુત્રના ત્રાસને કારણે ઘર નરક સમાન બની ગયું મૂળ નંદુરબારના વતની સુરેશભાઈ નાઈકની 1989માં વલસાડ રેલવેમાં બદલી થઈ હતી. તેમણે મહેનત કરીને અબ્રામા ખાતે જમીન ખરીદી પોતાનું ઘર બનાવ્યું હતું. પરિવારમાં તેમની પત્ની, બે દીકરા અને એક જન્મથી દિવ્યાંગ દીકરી છે. જે ઘર તેમણે સુખ-શાંતિ માટે બનાવ્યું હતું, તે આજે પુત્રના ત્રાસને કારણે નરક સમાન બની ગયું છે. પોલીસે પુત્ર પાસે ઘણીવાર માફી પત્ર લખાવ્યા પણ કોઈ અસર થઈ નથી પરિવારે આ મામલે અનેકવાર પોલીસની મદદ લીધી છે. પોલીસે પુત્ર પાસે ઘણીવાર માફી પત્ર લખાવ્યા છે અને સમાજના આગેવાનોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ સમજાવટ કે પોલીસ કાર્યવાહીની તેના પર કોઈ અસર થઈ નથી. જેલમાંથી છૂટ્યા કે પોલીસ સ્ટેશનથી આવ્યા બાદ તે બમણા વેગથી પરિવાર પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. આખરે, કોઈ ઉપાય ન રહેતા લાચાર પિતાએ કલેક્ટર સમક્ષ આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. ​દીકરીની દયા ખાઈને પિતાએ માંગી મોતની પરવાનગી ​સૌથી વધુ કરુણ સ્થિતિ આ વૃદ્ધની દીકરીની છે, જે જન્મથી જ 95 ટકા દિવ્યાંગ છે. એક તરફ દીકરીની સેવા કરવાની ઉંમરે પિતાએ પુત્રના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. અંતે, ક્યાંયથી ન્યાય ન મળતા વદ્ધે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે જો તેઓને આ નરકમાંથી મુક્તિ ન અપાવી શકતા હોય, તો આખા પરિવારને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ​વલસાડમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો વ્યસની પુત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કલેક્ટરે શું કહ્યું? જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, આર્થિક રીતે તેઓને કોઈ મુશ્કેલી નથી. આ વૃદ્ધ રેલવેના કર્મચારી હતા. હાલ તેઓને પેન્શન મળી રહ્યું છે. તેઓનો નાનો પુત્ર હેરાન કરે છે. પુત્રથી કંટાળીને ઈચ્છામૃત્યુની માંગ કરતા તેઓને હાલ સમજાવવામાં આવ્યાં છે. ભારતના સંવિધાનમાં આવી રીતે ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી, તેથી અમે તેમને સમજાવ્યા છે. મેં વલસાડના પ્રાંત અધિકારીને સૂચના આપી છે કે તેઓ જાતે વૃદ્ધના ઘરે જાય અને પરિસ્થિતિની સમીક્ષા કરે. પ્રથમ તબક્કે પુત્રને બોલાવીને સમજાવવામાં આવશે. જો સમજાવટથી કામ નહીં ચાલે, તો 'સીનિયર સિટીઝન એક્ટ' હેઠળ પુત્ર સામે કડક પગલાં લેવાશે. ઉપરાંત, CRPC ની કલમ 106 થી 110 હેઠળ તેને પાબંદ કરવામાં આવશે અને જરૂર જણાયે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના 'જય સોમનાથ':સમાજના દીકરાઓને લાયક બનાવવા અનાર પટેલની ટકોર, મનાલીમાં ભાવનગરનો સિંધી પરિવાર કાળનો કોળિયો બન્યો, ત્રણ દિવસ અગનગોળા વરસશે
    Next Article
    જૂનાગઢના સ્પામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી:અઠવાડિયા પહેલા જ નોકરી પર લાગી હતી, આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment