Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાડગુડમાં પાણીની ટાંકીનું નબળું રીંગબીમ તોડવાનો આદેશ:કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરી બનાવશે; ગ્રામજનોની હાજરીમાં થશે કોંક્રીટ કામ

    7 hours ago

    આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત રૂ. 82.37 લાખની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં ધરતીનગર, આર.ઓ. પ્લાન્ટ અને ભોઈનાકા વિસ્તારમાં કુલ ત્રણ ઉંચી આર.સી.સી. પાણીની ટાંકીઓ, કનેક્ટિંગ પાઈપલાઈન અને પમ્પ હાઉસના કામોનો સમાવેશ થાય છે. હાલ ત્રણેય ટાંકીઓની કામગીરી પ્રગતિ હેઠળ છે. તાજેતરમાં, ગામમાં નિર્માણાધીન એક ટાંકીના રીંગબીમની કોંક્રીટ સ્ટ્રેન્થ નબળી હોવા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ, પાણી સમિતિ અને વાસ્મો કચેરી દ્વારા ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરવાની નીતિ અપનાવવામાં આવી. પરિણામે, ઠેકેદારને સદર રીંગબીમ તોડીને પોતાના ખર્ચે ફરીથી બનાવવાની સૂચના આપવામાં આવી છે. ઠેકેદારે આ સૂચનાના અનુસંધાને રીંગબીમ તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. વધુમાં, ભવિષ્યમાં થનારી કોંક્રીટ કામગીરી પંચાયત અને પાણી સમિતિના સભ્યો તેમજ અગ્રણીઓની પ્રત્યક્ષ હાજરીમાં જ થાય તે માટે પાણી સમિતિ દ્વારા એજન્સીને લેખિત સૂચના આપી ઠરાવ કરવામાં આવ્યો છે. હાલ ભોઈનાકા વિસ્તારમાં 1 લાખ લીટરની ટાંકીનું કામ સ્ટીલ ચેકિંગ અને સભ્યોની હાજરીમાં જ આગળ વધી રહ્યું છે. વાસ્મો-આણંદના યુનિટ મેનેજર દ્વારા જણાવાયું છે કે લોકોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નબળું કામ તોડાવવાની કાર્યવાહી ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં હજુ સુધી માત્ર ૧૨ મીટરની ઉંચાઈ સુધીની કામગીરીનું જ ચુકવણું કરવામાં આવ્યું હોવાથી, સરકારી ગ્રાન્ટના દુરુપયોગનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
    Click here to Read More
    Previous Article
    મંદિરે દર્શન કરવા જતા વૃદ્ધ 30 ફૂટ દૂર પટકાયા, CCTV:રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે હિટ એન્ડ રન, ઝીબ્રા ક્રોસિંગ પર સાયકલ સવારને ફંગોળી કારચાલક ગાયબ
    Next Article
    બોટાદમાં જાયન્ટસ ગ્રુપે છાશ વિતરણ કર્યું:ગરમીમાં લોકોને રાહત આપવા 4000 ગ્લાસ છાસનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment