Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરે દર્શન કરવા જતા વૃદ્ધ 30 ફૂટ દૂર પટકાયા, CCTV:રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે હિટ એન્ડ રન, ઝીબ્રા ક્રોસિંગ પર સાયકલ સવારને ફંગોળી કારચાલક ગાયબ

    7 hours ago

    શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કારચાલક માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નિત્યક્રમ મુજબ મંદિરે જતી વખતે કાળ ત્રાટક્યો મળતી વિગતો અનુસાર, મૃતક નટવરલાલ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. 65) દરરોજ વહેલી સવારે 5 વાગ્યે પોતાના ઘરેથી સાયકલ લઈને કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા જતા હતા. આજે પણ તેઓ તેમના નિત્યક્રમ મુજબ દર્શન માટે નીકળ્યા હતા, ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કોટેચા ચોક તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે તેમને અડફેટે લીધા હતા. 30થી 40 ફૂટ હવામાં ફંગોળાયા, ઘટના સીસીટીવીમાં કેદ અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે નટવરલાલભાઈ જ્યારે સ્વામિનારાયણ મંદિર સામે આવેલા ઝીબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કારે તેમને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે તેઓ હવામાં ઉછળીને અંદાજે 30 થી 40 ફૂટ દૂર અંડરબ્રિજના ઢાળ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત કરી થયો ફરાર સીસીટીવીમાં એ પણ જોવા મળ્યું છે કે, અકસ્માત બાદ કંઈક અથડાયું હોવાનો અહેસાસ થતા કારચાલકે ક્ષણવાર માટે કાર ઊભી રાખી હતી પરંતુ, રસ્તા પર પટકાયેલા વૃદ્ધની મદદ કરવાને બદલે નિર્દય ચાલકે કાર ફરી ભગાવી મૂકી હતી અને એસ્ટ્રોન ચોક તરફ નાસી છૂટ્યો હતો. અન્ય રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા નટવરલાલભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી મૃતક નટવરલાલભાઈના પરિવારમાં એક દીકરો છે અને તેઓ બે ભાઈ તથા એક બહેનમાં સૌથી મોટા હતા. તેમના નિધનને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માલવિયાનગર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા કારના નંબર અને મોડેલના આધારે આરોપી ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં આગ:લાખોનો માલસામાન બળીને ખાખ, જાનહાનિ ટળી
    Next Article
    હાડગુડમાં પાણીની ટાંકીનું નબળું રીંગબીમ તોડવાનો આદેશ:કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરી બનાવશે; ગ્રામજનોની હાજરીમાં થશે કોંક્રીટ કામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment