Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટથી ભાઈ-બહેન ખેડૂતોના મોત:ટ્રેક્ટરને નીચા તાર અડકતા દુર્ઘટના, બેનો બચાવ થયો

    6 hours ago

    હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજે સવારે વીજ કરંટ લાગવાથી બે ખેડૂતોના મોત થયા છે. ખેતરમાં કામ કરતી વખતે ટ્રેક્ટર ટ્રેલરને નીચા લટકતા વીજ તાર અડકતા કરંટ પ્રસર્યો હતો, જેમાં ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં દિવેલાની ફોતરીની હેરફેર કરી રહ્યા હતા. આ સમયે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટર ટ્રેલરને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ ફેલાયો હતો. દુર્ઘટનામાં 40 વર્ષીય કાળુભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને 42 વર્ષીય સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. જોકે, 36 વર્ષીય પ્રવિણકુમાર વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને 6 વર્ષીય વિવાન સુનિલકુમાર પ્રજાપતિનો આબાદ બચાવ થયો હતો. બચી ગયેલા પ્રવિણકુમાર વિઠ્ઠલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ખેતરમાં એરંડાની ફોતરી ભરીને ટ્રેક્ટરની ટ્રોલીમાં બીજી જગ્યાએ લઈ જતી વખતે ટ્રોલીને વીજ વાયર અડકતા આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં યુજીવીસીએલ (UGVCL) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ સમારકામ કે કાર્યવાહી થઈ નહોતી. ખેડૂતો યુજીવીસીએલની બેદરકારીને કારણે બે નિર્દોષ ખેડૂતોના જીવ ગયા હોવાનું માની રહ્યા છે. ખેડાવાડા ગ્રામ પંચાયતના સદસ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું કે, મૃતક કાળુભાઈએ પોતાના ખેતરમાં લટકતા વીજ વાયર અંગે લેખિત રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે, અગાઉ પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં એક વ્યક્તિનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારની મહેતાપુરા UGVCL કચેરીના ડેપ્યુટી એન્જિનિયર એ.એ. ખણુસિયાએ જણાવ્યું કે, તેઓ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા છે. સ્થાનિકો મૃતકે વીજ તાર અંગે રજૂઆત કરી હોવાનું કહી રહ્યા છે. ઓફિસમાં તપાસ બાદ જ આ અંગેની પુષ્ટિ થશે. હાલ પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના વૃદ્ધને 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને 1.47 કરોડ પડાવ્યા:નકલી CBI ઓફિસર બનીને ડરાવ્યા, અમદાવાદના ગોતામાંથી એકની ધરપકડ; બેંક ખાતામાં 2.84 કરોડના ટ્રાન્ઝેક્શન
    Next Article
    અરવલ્લી જિલ્લા સહકારી સંઘે દાતા મંડળીનો આભાર માન્યો:સભાખંડ માટે AC ભેટ આપવા બદલ સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment