Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા નાયબ કલેકટરનું સન્માન:શિક્ષણ, પર્યાવરણ અને ડિજિટલ સેવાઓ પર વિચારો વ્યક્ત કર્યા

    7 hours ago

    ચોટીલા ડુંગર તળેટી ખાતે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર સહભાગી થયા હતા. આ પ્રસંગે વિશ્વકર્મા પરિવાર દ્વારા નાયબ કલેકટરનું સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટરે શિક્ષણનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્ત સમાજની આવશ્યકતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ સેવાઓથી સજ્જ 'સુગમ ડિજિટલ પોર્ટલ' વિશે પણ માહિતી આપી હતી. તેમણે સમાજના દરેક વ્યક્તિ સુધી પારદર્શક, સરળ અને ઝડપી સેવાઓ પહોંચાડવા માટે ડિજિટલ વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નાયબ કલેકટરે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષિત, જાગૃત, સ્વચ્છ, પર્યાવરણપ્રેમી અને વ્યસનમુક્ત પેઢીનું નિર્માણ એ જ સાચા અર્થમાં વિકાસનો માર્ગ છે. આ કાર્યક્રમના આયોજન બદલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ, વિશ્વકર્મા પરિવાર તથા ઉપસ્થિત આગેવાનો અને યુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથની PM મોદીનું સંબોધન શરૂ:'આજની યાત્રામાં સુખદ અનુભિતી થઈ, હજાર વર્ષની યાત્રાને અનુભવવાનો મોકો મળ્યો, દુનિયાની કોઈપણ શક્તિ ભારત દબાવી નહીં શકે
    Next Article
    સાવલી પંથકમાં ડૂબી જવાથી બે દિવસમાં બેના મોત:ઝવેરીપુરા ગામે માછીમારી કરવા ગયેલા યુવકનો મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment