Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવલી પંથકમાં ડૂબી જવાથી બે દિવસમાં બેના મોત:ઝવેરીપુરા ગામે માછીમારી કરવા ગયેલા યુવકનો મૃતદેહ મળ્યો

    7 hours ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પાણીમાં ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામના તળાવમાં માછલી પકડવા ગયેલા એક યુવકનો મૃતદેહ આજે મળી આવ્યો છે, જ્યારે ગતરોજ પોઈચા બ્રિજ પાસે નદીમાં ડૂબી જવાથી અન્ય એક યુવકે જીવ ગુમાવ્યો હતો. ઝવેરીપુરા ગામની ઘટના સાવલીના ઝવેરીપુરા ગામે રહેતા 40 વર્ષીય ગોપાલભાઈ ભુપતભાઈ રાઠોડ ગત મોડી રાત્રે ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ અંધારું થઈ જવાથી કામગીરી અટકાવવી પડી હતી. આજે વહેલી સવારે સ્થાનિક લોકોની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોઈચા બ્રિજ પર આત્મહત્યા કે અકસ્માત? આ અગાઉ ગતરોજ સાવલી-ડાકોર રોડ પર આવેલા પોઈચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવી હતી. વડોદરા ફાયર વિભાગની બે ટીમોએ ભારે જહેમત બાદ બે કલાકની શોધખોળના અંતે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ, સાવલી પંથકમાં માત્ર 48 કલાકમાં જ જળસમાધિની બે ઘટનાઓથી અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ કાર્યવાહી ઝવેરીપુરાની ઘટના અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા નાયબ કલેકટરનું સન્માન:શિક્ષણ, પર્યાવરણ અને ડિજિટલ સેવાઓ પર વિચારો વ્યક્ત કર્યા
    Next Article
    જામનગરના માજી રાજવીને 'ભારત રત્ન' આપવાની માંગ ઉઠી:વડાપ્રધાનના આગમન વચ્ચે રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટે બેનર લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment