Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવાકાર્ય:નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રમાં દરરોજ ‘વંદે માતરમ’ના નારા લગાવી રાષ્ટ્રભક્તિ સાથે સેવાની શરૂઆત કરાઇ

    9 hours ago

    જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે છાશ વિતરણ અને ઠંડા પાણીની ‘જલધારા’ સેવા ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ આ સેવાકીય પ્રવૃત્તિ વેગવંતી રીતે ચાલી રહી છે, જેમાં છાશ વિતરણના 15 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ સેવા કાર્યના 15મા દિવસે અનેક મહાનુભાવોએ છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત રહીને સ્વયંસેવકો તથા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. દરરોજ સવારે છાશ વિતરણ શરૂ કરતા પહેલા તમામ કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ સાથે મળીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવી રાષ્ટ્રભક્તિ સાથે સેવાની શરૂઆત કરે છે. દરરોજ 2500થી વધુ રૂપિયાની કિંમતની છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં 37,500ની કિંમતની છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી આ છાશ વિતરણની સેવા દરરોજ અવિરત ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાની સાથે દેવીબેન મહેતા, કૌશિકભાઈ પંડ્યા અને કવિતાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ વિભાગ દ્વારા તમામ DEOને પરિપત્ર:શાળામાં બાળકોની સુરક્ષા મામલે લાલિયાવાડી નહીં ચાલે, દર 6 મહિને મોકડ્રિલ, આચાર્યએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે
    Next Article
    મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ:પોલીસે ફરિયાદ ન લેતાં મહિલાએ કમિશનર કચેરીએ ફિનાઈલ પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment