Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ:પોલીસે ફરિયાદ ન લેતાં મહિલાએ કમિશનર કચેરીએ ફિનાઈલ પીધું

    10 hours ago

    આજી ડેમ પાસે માંડાડુંગર વિસ્તારમાં દોઢેક વર્ષથી પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને રહેતી ત્રણ સંતાનની માતાએ રવિવારે રાત્રીના સમયે કમિશનર કચેરી ખાતે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. તેણીએ ફિનાઈલ પી લીધા પાછળનું કારણ જણાવતા, આજી ડેમ પોલીસ મથકમાં તેની ફરિયાદ ન નોંધાઈ હોવાથી તેણીએ આ પગલું ભર્યું હોવાના પોલીસ ઉપર આક્ષેપ કર્યા છે. શહેરના માંડાડુંગર વિસ્તારમાં રહેતી શીતલબેન કરશનભાઈ કુકડિયા(ઉં.વ.32) નામની ત્યક્તાએ રવિવારે રાત્રીના સમયે કમિશનર કચેરી પાસે ફિનાઈલ પી લીધું હતું. બનાવને પગલે તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઈ સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મહિલાની મિત્ર દિપાલીબેને જણાવ્યા મુજબ, શીતલના તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ છેલ્લા દોઢેક વર્ષથી તેણી તેના પ્રેમી દીપક રાજપૂત સાથે મૈત્રી કરાર કર્યા વગર ત્રણેય સંતાન સાથે માંડા વિસ્તારમાં રહેતી હતી, પરંતુ દીપકના મિત્રના ફેસબુકમાં દીપકની અન્ય યુવતી સાથે સગાઇના ફોટો-વીડિયો જોઈ જતા તેણીએ દીપકને સઘળી હકીકત જણાવવાનું પૂછ્યું હતું. દીપકે સાથે રહેવાનો અને સબંધ રાખવાનો ઇનકાર કરી દેતા તેણી આજી ડેમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. પરંતુ પોલીસે તેણીની ફરિયાદ ન લીધી હોવાથી તેણીએ કમિશનર કચેરીએ જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું આક્ષેપમાં જણાવ્યું છે. જોકે, પોલીસ મુજબ, તેણીએ પોલીસ મથકે જઈ પ્રેમી સાથે ધરાર રહેવાની અને પોલીસને સમાધાન કરી દેવાની જ વાત કરી હતી. ફરિયાદ નોંધવા બાબતે જણાવ્યું નહોતું.
    Click here to Read More
    Previous Article
    સેવાકાર્ય:નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રમાં દરરોજ ‘વંદે માતરમ’ના નારા લગાવી રાષ્ટ્રભક્તિ સાથે સેવાની શરૂઆત કરાઇ
    Next Article
    માતૃત્વની અનોખી મિસાલ:રાજકોટના મહિલા પોલીસ : હૃદયમાં પુત્રના પરવરીશની નિષ્ઠા, દિમાગમાં શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનની ફરજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment