Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ વિભાગ દ્વારા તમામ DEOને પરિપત્ર:શાળામાં બાળકોની સુરક્ષા મામલે લાલિયાવાડી નહીં ચાલે, દર 6 મહિને મોકડ્રિલ, આચાર્યએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે

    9 hours ago

    રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને માન્ય NOC મેળવી લેવા કડક સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં બાળકોની સુરક્ષા મામલે લાલિયાવાડી નહીં ચાલે, દર 6 મહિને મોકડ્રિલ ફરજિયાત કરવી પડશે, આચાર્યએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે. તાજેતરમાં નામદાર હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી અંગે આપવામાં આવેલા ઓરલ ઓર્ડર અને રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીના પત્રોને સંદર્ભમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે રક્ષણ મળે અને જાન-માલની હાનિ અટકાવી શકાય તે માટે હવે માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત રાખવા પડશે. રાજકોટ સહિત રાજ્યના તમામ ડીઈઓને શાળાઓને આદેશ પાઠવીને આ નિયમોનું તાત્કાલિક અસરથી પાલન કરવા જણાવી દેવામાં આવ્યું છે. ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. શાળાઓ માટે નવી ગાઈડલાઈન્સ : સરકાર માન્ય એજન્સી પાસે જ ફાયર ઓડિટ કરાવવું પડશે : ઢીલી નીતિ નહીં ચાલે 1. તાત્કાલિક NOC અને રિન્યૂઅલ : જે શાળાઓ પાસે ફાયર NOC નથી તેમણે તે તાત્કાલિક મેળવવાનું રહેશે. જેમના પ્રમાણપત્રની મુદત પૂરી થઈ ગઈ છે, તેમણે સમયમર્યાદામાં રિન્યૂઅલ કરાવવું પડશે. 2. સરકારી એજન્સી દ્વારા ઓડિટ : શાળાઓએ નિયત સમયગાળે સરકાર માન્ય એજન્સી પાસે જ ફાયર ઓડિટ કરાવવાનું રહેશે. 3. સાધનોની વર્કિંગ કન્ડિશન : શાળામાં મુકાયેલા ફાયર એક્સટિંગ્યુશર્સ અને હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ હાલતમાં હોવા અનિવાર્ય છે. 4. છ મહિને મોકડ્રિલ ફરજિયાત : આગ જેવી આપત્તિ વખતે બચાવ કામગીરીની તાલીમ માટે દર 6 મહિને શાળામાં ‘ફાયર મોકડ્રિલ’ યોજવી પડશે અને તેના અહેવાલ તેમજ ફોટોગ્રાફ્સ રેકોર્ડ તરીકે રાખવા પડશે. બેદરકારી દાખવનાર આચાર્ય સામે થશે આકરી કાર્યવાહી નવી સૂચના મુજબ, હવે માત્ર સાધનો વસાવવાથી કામ ચાલશે નહીં. તમામ સાધનોની ચકાસણી કર્યા બાદ શાળાના આચાર્યએ પોતે ‘સેલ્ફ ડિક્લેરેશન’ (સ્વ-ઘોષણા) રજૂ કરવાની રહેશે. જો કોઈ શાળામાં સુરક્ષાના માપદંડોમાં કચાસ જણાશે તો તેની સઘળી જવાબદારી જે-તે શાળાના આચાર્યની રહેશે. બેદરકારી દાખવનાર આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ:રાજકોટના 2300 યુવાન ITIમાં ટેક્નિકલ સ્કિલ મેળવી ઉદ્યોગો માટે તૈયાર, 993ને મળી નોકરી
    Next Article
    સેવાકાર્ય:નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રમાં દરરોજ ‘વંદે માતરમ’ના નારા લગાવી રાષ્ટ્રભક્તિ સાથે સેવાની શરૂઆત કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment