Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ:રાજકોટના 2300 યુવાન ITIમાં ટેક્નિકલ સ્કિલ મેળવી ઉદ્યોગો માટે તૈયાર, 993ને મળી નોકરી

    8 hours ago

    11મી મે એટલે ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી વિના જીવન અશક્ય છે. ત્યારે રાજકોટ જિલ્લાના યુવાનો માત્ર ડિગ્રી પાછળ દોડવાને બદલે પ્રારંભિક ટેક્નિકલ તાલીમ મેળવીને સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહ્યા છે. જિલ્લાની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) દ્વારા 2300થી વધુ યુવાનો ટેક્નિકલ કૌશલ્ય પ્રાપ્ત કરી ઉદ્યોગોની ડિમાન્ડ મુજબ સજ્જ થઈ રહ્યા છે. રાજકોટ ITIના આચાર્ય કે.બી. પટેલના જણાવ્યા મુજબ, વર્ષ 2025-26 દરમિયાન જિલ્લાની વિવિધ ITI માં કુલ 3728 તાલીમાર્થી કૌશલ્યવર્ધન તાલીમ લઈ રહ્યા છે. ઉદ્યોગોને કુશળ કારીગરો અને એન્જિનિયરો મળી રહે તે માટે જિલ્લામાં કુલ 46 પ્રકારના વ્યવસાયલક્ષી કોર્સ ચલાવવામાં આવે છે. જેમાંથી 31 કોર્સ સંપૂર્ણપણે ટેક્નિકલ છે. હવે યુવાનો સમય સાથે કદમ મિલાવીને ઇલેક્ટ્રિક વ્હિકલ મિકેનિક, સોલર ટેક્નિશિયન, સી.એન.સી. મશીનિંગ અને કમ્પ્યૂટર હાર્ડવેર જેવા આધુનિક કોર્સ તરફ વળ્યા છે. આ સાથે એડમિનિસ્ટ્રેશન અને હેલ્થકેર જેવા નોન-ટેક્નિકલ કોર્સ પણ ઉપલબ્ધ છે. રાજકોટ શહેર, જસદણ, પડધરી, ગોંડલ સહિત જિલ્લામાં કુલ 14 સરકારી, 3 ગ્રાન્ટ-ઈન-એઈડ અને એક ખાનગી સહિત કુલ 18 ITI કાર્યરત છે. અહીં અદ્યતન મશીનરી અને ગવર્નમેન્ટ ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા તાલીમ અપાય છે. સફળતાપૂર્વક કોર્સ પૂરો કરનારને DGET દિલ્હી દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત NCVT પ્રમાણપત્ર મળે છે, જે વિદેશમાં પણ નોકરી માટે માન્ય ગણાય છે. આગામી 2026ના સત્ર માટેની પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. તાલીમ બાદ સીધી નોકરી ITIની સૌથી મોટી સફળતા તેનું પ્લેસમેન્ટ છે. વર્ષ 2025-26માં યોજાયેલી 9 પ્લેસમેન્ટ ડ્રાઈવમાં 66 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં 1536 ઉમેદવારે ઇન્ટરવ્યૂ આપ્યા હતા, તેમાંથી 993 જેટલા યુવાનોને ઓફર લેટર આપીને નોકરીએ રાખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાની ITIની સફળતાના આંકડા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જંગલેશ્વરની આજી નદીમાં ગાંડી વેલ અને કાટમાળનું સામ્રાજ્ય: રોગચાળાની ભીતિ વચ્ચે તંત્ર ઘોર નિદ્રામાં
    Next Article
    શિક્ષણ વિભાગ દ્વારા તમામ DEOને પરિપત્ર:શાળામાં બાળકોની સુરક્ષા મામલે લાલિયાવાડી નહીં ચાલે, દર 6 મહિને મોકડ્રિલ, આચાર્યએ સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment