Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જંગલેશ્વરની આજી નદીમાં ગાંડી વેલ અને કાટમાળનું સામ્રાજ્ય: રોગચાળાની ભીતિ વચ્ચે તંત્ર ઘોર નિદ્રામાં

    8 hours ago

    રાજકોટના વોર્ડ નં. 16માં આવેલ જંગલેશ્વર વિસ્તારની આજી-ખોખડદળ નદી અત્યારે જાણે ગંદકીનો ઉકરડો બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ નદીની સફાઈ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. નદીના પટમાં ઊગી નીકળેલી પુષ્કળ ‘ગાંડી વેલ’ અને ઠલવાયેલા બાંધકામના કાટમાળ (વેસ્ટેજ મટિરિયલ)ને કારણે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે, જે આગામી ચોમાસામાં સ્થાનિકો માટે આફત બની શકે છે. જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી આ નદીમાં અત્યારે ગંદકીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે રાહદારીઓ અને વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. મચ્છરોના આતંકને કારણે શરદી, ઉધરસ, તાવ અને ચામડીના રોગો જેવી બીમારીઓ ઘર કરી ગઈ છે. જો તત્કાલ સફાઈ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ જંગલેશ્વરની આ નદીની હાલત આ દાવાઓની પોલ ખોલી રહી છે. નદીમાં ફેંકવામાં આવેલો બાંધકામનો કચરો અને મલ્ટિરિયલ કચરો નદીના કુદરતી વહેણને રોકી રહ્યો છે. જો ભારે વરસાદ પડે તો આ અવરોધને કારણે નદીના પાણી કાંઠા તોડીને જંગલેશ્વરના રહેણાક મકાનોમાં ઘૂસી જશે, જેનાથી જાન-માલનું મોટું નુકસાન થઈ શકે તેમ છે. નદીમાં થતી ગંદકીના કારણો
    Click here to Read More
    Previous Article
    Revive Covid-era practices like WFH, avoid foreign trips, gold buying for a year: PM’s advice to citizens
    Next Article
    રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ:રાજકોટના 2300 યુવાન ITIમાં ટેક્નિકલ સ્કિલ મેળવી ઉદ્યોગો માટે તૈયાર, 993ને મળી નોકરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment