Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી:ભાયાવદરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પરથી ભારે વાહનો પસાર થશે તો આંદોલનની ચીમકી

    10 hours ago

    ભાયાવદરમાં બહુત ચર્ચિત બનેલા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો ચાલતા હોવાથી આ રોડની દયનીય હાલત બની ગઈ છે, તેવું બહાનું ધરીને ચમકવાના ચક્કરમાં પાલિકાના પ્રમુખ ખુદ ભેરવાઈ ગયા તેમને તેમની જ સરકાર સામે પાલિકાના ભ્રષ્ટાચારને દબાવવા માટે ખોટી રીતે નાટક રૂપી મોરચો ખોલીને ભારે વાહનો જો સાત દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારતા લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ અંગે વિરોધપક્ષના નયન જીવાણીએ જણાવ્યું હતું કે ભાયાવદરમાં RNB વિભાગમાં આવતો સ્ટેટ હાઇવે 2.7 કિલોમીટર નો રોડ શહેરમાંથી પસાર થાય છે જેમાં ખાખીજાળીયા રોડના પેલા પુલથી અરણી રોડ તેમજ જૂના ચક્કર ચોકથી સુભાષ રોડ, દરબાર ગઢની રાંગ, અને સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીના રોડ ઉપર RNB વિભાગની સારસંભાળની જવાબદારી હોય છે. ત્યારે 2017 માં પાલિકાની ભાજપની બોડીએ રૂપિયા 1.35 કરોડનો ભ્રષ્ટાચાર કરીને આ RNB વિભાગના 1.2 કિલોમીટર ખાખીજાળીયા રોડથી અરણી સુધીના સ્ટેટ હાઇવે રોડના આઠ કટકા કરી શેરી, નાકા, ગલ્લીઓ બતાવીને લોટ, પાણી અને લાકડા રૂપી સિમેન્ટનો રોડ બનાવી નાખ્યો હતો, જેની તપાસ ઇન્કવાયરી પણ ચાલુ હોય ત્યારે આજ રોડ ઉપર ફરી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ રૂપી રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટનો ગેરઉપયોગ કરી ફરી અડધો સિમેન્ટનો રોડ બનાવી નાખ્યો હતો. ત્યારે આજ રોડ એક મહિનામાં ભાંગી તૂટીને ચિંથરેહાલ બની જતા ફરી આ નવા રોડ ઉપર થીગડાં મારવાની પાલિકાને નોબત આવી હતી.આથી પાલિકાના પ્રમુખે પોતાની જ સરકારમાં ભારે વાહનો માથે દોષનો ટોપલો ઢોળી જો સાત દિવસમાં ભારે વાહનોને બંધ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ખોટી રીતે ચીમકી આપીને ખુદ ભેરવાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરને રજૂઆત:મોરબીના સેવા સદનના તમામ દરવાજા‎ ન ખોલાય તો આંદોલનની ચીમકી‎
    Next Article
    આજે પીએમ સોમનાથમાં:જામનગરથી સૂર્યકીરણ ટીમ 182 કીમીનું અંતર કાપી 18 મિનિટમાં સોમનાથ પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment