Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરને રજૂઆત:મોરબીના સેવા સદનના તમામ દરવાજા‎ ન ખોલાય તો આંદોલનની ચીમકી‎

    10 hours ago

    મોરબી જિલ્લા સેવા સદનમાં લોકોની સુવિધા માટે જુદી જુદી બાજુએ દરવાજા મૂકવામાં આવ્યા હોય પરંતુ સ્થાનિક અધિકારીઓએ તાનશાહી કરી કોઈપણ કારણોસર એક દરવાજા સિવાયના બીજા બાકીના તમામ દરવાજા બંધ કરી દેતા ખાસ કરીને સેવાસદનમાં વિવિધ કામસર આવતા સિનિયર સિટીઝન એટલે કે વયોવૃદ્ધો મુશ્કેલી મુકાય ગયા છે. આથી અશક્ત વરિષ્ઠ નાગરિકોને જરાય તકલીફ ન પડે એ માટે સેવાસદનના તમામ દરવાજા ખોલવામાં આવે તેવી કલેક્ટરને સિનિયર સીટીઝન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અને તેમ છતાં જો દરવાજા નહીં ખોલવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબીના એમ.જી. મારૂતીએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, મોરબી સેવા સદનમાં ઘણી બધી ઓફિસ આવેલી છે તો પણ તે કચેરીમાં એક દરવાજા સિવાયનાં બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી સિનિયર સિટિઝન સહિતના લોકોને કચેરીમાં વિવિધ સરકારી કામે આવે ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે તે સમયે સેવા સદન બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવનારા અરજદારોને ધ્યાને રાખીને જુદી જુદી જગ્યાએ દરવાજા મૂકવામાં આવ્યા હતા. પણ હવે ત્યાંના દરવાજા શા માટે બંધ કરવામાં આવ્યા છે તે કોઈને સમજાતું નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓ સિનિયર સિટિઝન છે અને પોતાનો દાખલો લેવા માટે ટ્રેઝરી ઓફિસે ગયા હતા અને તેઓને શ્વાસની તકલીફ છે, હૃદયની બીમારી છે અને ત્રણ નળી બ્લોક છે. જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી તેઓની જેવા સિનિયર સિટીઝનની મુશ્કેલીઓને ધ્યાને રાખીને સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:મોરબીમાં સ્વસ્થ અયોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશો આપવા આજે આયુર્વેદ કથા
    Next Article
    આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી:ભાયાવદરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પરથી ભારે વાહનો પસાર થશે તો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment