Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:મોરબીમાં સ્વસ્થ અયોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશો આપવા આજે આયુર્વેદ કથા

    11 hours ago

    મોરબીમાં સ્વસ્થ અયોગ્યપ્રદ જીવનશૈલીનો મેસેજ આપવા આજે આયુર્વેદ કથા યોજાશે. હાલ બેઠાડુ જીવનશૈલીને કારણે લોકો ભરાવદાર શરીર સાથે જ નાની ઉંમરે બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બની ગયા છે. તેમાંય આજના હેવી જંકફૂડ આહારને કારણે લોકો વધુને વધુ માંદગીમાં ઘેરાતા જાય છે. ત્યારે મોરબીમાં લોકોને સ્વસ્થ આરોગ્યપ્રદ જીવનશૈલીનો મેસેજ આપી જાગૃત કરવા માટે અહીંના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આરોગ્યપ્રેમી જનતાએ તેનો લાભ લેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે આજે તા. ૧૧/૫ ને સોમવારે રાત્રે ૮ થી ૧૧.૩૦ સુધી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આરોગ્યપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ કથા સ્થળે વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. જેથી ઓર્ગેનિક તથા પ્રકૃતિ પ્રેમી લોકોને ત્યાંથી વસ્તુઓની ખરીદી કરી શકે. કથામાં શાંતિ રહે તે માટે તમામ લોકોએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કે સાયલન્ટ કરવા જણાવ્યુ છે. અને કથા સ્થળ પાસેથી કથામાં આવેલ લોકોને ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ પણ ફ્રીમાં મળશે. અને વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) અપાશે. ભક્તોએ ભાગ લેવા અનેરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઇ:પ્રેમીની પત્ની સહિત 6 વ્યક્તિ ઘરે ધસી આવતાં પ્રેમિકાની માતાએ આઘાતમાં ફાંસો ખાઇ લીધો
    Next Article
    કલેક્ટરને રજૂઆત:મોરબીના સેવા સદનના તમામ દરવાજા‎ ન ખોલાય તો આંદોલનની ચીમકી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment