Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પીએમ સોમનાથમાં:જામનગરથી સૂર્યકીરણ ટીમ 182 કીમીનું અંતર કાપી 18 મિનિટમાં સોમનાથ પહોંચશે

    9 hours ago

    સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃતપર્વ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરાશે. ગઈકાલે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.- 132 (Hawk Mk-132) જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે 15 મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિમી જેટલું છે. રોડ શો બાદ પીએમ સભાને સંબોધશે સોમનાથ અમૃતપર્વ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 કલાક આસપાસ સોમનાથની પાવન ભૂમિ પણ પધારશે અને ત્યારબાદ તેઓ રોડ શો યોજી સોમનાથ મંદિરે પહોંચશે.જ્યાં પૂજન અર્ચન સહિત કુંભભિષેકમાં પણ જોડાશે.ત્યારબાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જંગી સભાને સંબોધન કરશે. મંદિર પર ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા સોમનાથ મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેલિકોપ્ટર આકાશમાંથી મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરીને આસ્થા અને શૌર્યનો સંગમ રચશે.ગઈકાલે આ હેલિકોપ્ટર દ્વારા ગઈકાલે તથા આજે સોમનાથ મંદિર પર પુષ્પવર્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી:ભાયાવદરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પરથી ભારે વાહનો પસાર થશે તો આંદોલનની ચીમકી
    Next Article
    After Iran, Ukraine conflicts: Centre targets homegrown AI systems for defence sector

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment