Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:મોરબીમાં મચ્છરજન્ય રોગચાળો ઉગતો જ ડામવા ઝુંબેશ શરૂ‎

    12 hours ago

    મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાયા બાદ આવા સ્થળે મચ્છર ઉત્પતિ થવાની શક્યતા રહે છે અને આ શક્યતાને ધ્યાન રાખી અગાઉથી મચ્છર ઉત્પતીના સંભવિત સ્થાન શોધવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે જેથી શહેરીજનોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ઘાતક રોગોથી બચાવી શકાય. આટલું ચોક્કસ કરો, આટલું ન કરવા મનપાની લોકોને અપીલ મચ્છરજન્ય રોગોથી બચવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં નીચે મુજબની તકેદારી રાખવા જણાવાયું છે. પાણીના પાત્રો બંધ રાખો: ઘરમાં ભરી રાખેલા પાણીના પાત્રોને ઢાંકીને રાખવા. સ્વયં સુરક્ષા: સાંજના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા, રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને શરીર સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરવા. સ્વચ્છતા જાળવો: ઘરની આસપાસ બંધિયાર પાણી ભરાઈ રહેવા ન દેવું, જો પાણી ભરાયું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરી વહેતું કરવું. આરોગ્યની કાળજી: જો પરિવારમાં કોઈને પણ તાવ જેવા લક્ષણો જણાય, તો સ્વ-દવા લેવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તપાસ કરાઇ‎ આ વિશેષ અભિયાન અંતર્ગત મેલેરિયા શાખાની ટીમો દ્વારા મચ્છર ઉત્પતિથઈ શકે તેવા વિસ્તાર વણકરવાસ, વજેપર, મારૂતિનગર, રાવળશેરી, રવિપાર્ક સહિતના વિવિધ રહેણાંક વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘરોમાં ખુલ્લા રહેલા પાણીના પાત્રો, ટાંકીઓ અને કૂંડાઓની ચકાસણી કરવામાં આવી હતી. પાણી ભરાયેલા આવા પાત્રોમાં મચ્છરોના પોરા (લાવા) ન થાય તે માટે ટીમો દ્વારા એબેટ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વોંકળા અને ગટરોમાં દવાનો છંટકાવ તથા ફોગિંગ રહેણાંક વિસ્તારો ઉપરાંત જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ રહે છે તેવા સંવેદનશીલ સ્થળો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાધેકૃષ્ણા વિસ્તાર, વજેપર ગટર, રબારીવાસ તેમજ સમયગેટ નજીક આવેલા વોકળામાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સઘન ફોગિંગ કરવામાં આવ્યું હતું. તેમજ શાકમાર્કેટ અને લખધીરવાસ વિસ્તારની ગટરોમાં પણ મચ્છરનાશક દવાઓનો ઉપયોગ કરીને જંતુમુક્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આગાહી:મોરબીમાં આ સપ્તાહે તાપમાન ત્રણ ડિગ્રી વધીને 44 ડિગ્રીએ આંબી જશે
    Next Article
    ફરિયાદ નોંધાઇ:પ્રેમીની પત્ની સહિત 6 વ્યક્તિ ઘરે ધસી આવતાં પ્રેમિકાની માતાએ આઘાતમાં ફાંસો ખાઇ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment