Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતને નોતરું:કતારગામના સર્પાકાર બ્રિજ પર બસ નીચે પડતાં બચી, આખા બ્રિજ પર જાળી જરૂરી

    8 hours ago

    કતારગામના સુરક્ષા જાળી વિનાના સર્પાકાર ફ્લાયઓવર પર એક બસ નીચે ખાબકતાં માંડ બચી હતી. હજીરાની AMNS કંપનીની સ્ટાફ બસ વળાંક પર અનિયંત્રિત થતાં પાળી પર ચઢી હવામાં લટકી ગઈ હતી. વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ ઘટના બની હતી. બસની સ્થિતિ એટલી જોખમી હતી કે ગમે ત્યારે તે નીચે પડે તેમ હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો બસ થોડી પણ આગળ વધી હોત તો સીધી નીચે પડી શકતી હતી. ઘટના સમયે નીચે રોડ પરથી અનેક વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આ ઘટનાને કારણે બ્રિજ પર વાહનોની કતારો લાગી જતાં થોડા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં ક્રેનની મદદથી બસને સુરક્ષિત રીતે ખસેડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બસની વધુ ઝડપ અને ચાલકનો કાબૂ ગુમાવવો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ જોખમી વળાંક પર પૂરતા ચેતવણી બોર્ડ, સ્પીડ કંટ્રોલ સહિતના સુરક્ષા પગલાંનો અભાવ છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'પેટ્રોલ-ડીઝલ બચાવો-એક વર્ષ સોનું ના ખરીદો', મોદીની પાંચ અપીલ, કંઇક નવાજૂનીના સંકેતથી દેશભરમાં ઉત્તેજના, 45 ડિગ્રીએ ગુજરાત ભઠ્ઠી બન્યું
    Next Article
    ઓવરલોડિંગના કારણે શોર્ટ સર્કિટ:કતારગામ અને કોસાડની બે સોસાયટીઓનાં મીટર ફૂંકાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment