Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાર નદીમાં ખાબકી:કાલોલ પાસે અકસ્માત, સુરતના પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ

    6 hours ago

    પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાલોલ નજીક એક કાર બ્રિજ પરથી નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સુરતના ઓલપાડના પટેલ પરિવારના સભ્યોનો ચમત્કારિક બચાવ થયો છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. કાલોલના બલેટિયા પાસે બનેલી આ ઘટનામાં, બેકાબૂ કાર બ્રિજ પરથી સીધી કુવેજ નદીના પટમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સુરતના ઓલપાડના પટેલ પરિવારના ચાર સભ્યો સવાર હતા. તેમાંથી ત્રણ સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે એક વ્યક્તિને વધુ ઈજા થતાં તેને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવારમાં સામેલ એક નાની બાળકીનો પણ હેમખેમ બચાવ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ચાલુ કારનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર રેલિંગ તોડીને નદીના પટમાં ખાબકી હતી. નોંધનીય છે કે, છેલ્લા 25 દિવસમાં આ એક્સપ્રેસ-વે કોરિડોર પર અકસ્માતની આ ચોથી ઘટના છે. આ ઘટનાઓ માર્ગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રણકાંઠામાં ઘૂડખર-નિલગાયથી ખેડૂતો પરેશાન:ઊભા પાકને બચાવવા રાત્રે ઉજાગરા કરવા પડે છે
    Next Article
    ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી:રાજપીપળાના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિ કાર્યક્રમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment