Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના પાર્શ્વ શાહે બનાવ્યું રિમોટ વગરનું ડ્રોન:આફતમાં મદદરૂપ થશે; મારવાડી યુનિવર્સિટી ખાતે NCC કેડેટ્સ અને આર્મી અધિકારી સમક્ષ લાઈવ ડેમો આપ્યો

    11 hours ago

    ગીર સોમનાથના વેરાવળ ખાતે રહેતા 17 વર્ષીય યુવાન પાર્શ્વ શાહે તાજેતરમાં "ઓટોનોમસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ડ્રોન" વિકસાવીને ટેકનોલોજી ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાસિલ કરી છે. આ ડ્રોન રિમોટ કંટ્રોલ વગર સંપૂર્ણપણે સ્વયંસંચાલિત રીતે ઉડીને કુદરતી આફતો સમયે પૂર, ભૂકંપ કે વાવાઝોડાથી બંધ થયેલા રસ્તાઓ વચ્ચે પણ દવાઓ અને રાહત સામગ્રી નિર્ધારિત સ્થળે પહોંચાડીને લોકોના જીવ બચાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. વાવાઝોડા અને ભારે પવન વચ્ચે પણ કામ કરવાની ક્ષમતા આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્રતિકૂળ હવામાન અને ભારે પવનમાં પણ પોતાની સ્થિરતા જાળવી રાખે છે. તે ખાસ પ્રકારના અલ્ગોરિધમ અને સ્માર્ટ ડેશબોર્ડથી સજ્જ હોવાથી પૂર્વનિર્ધારિત રૂટ પર પોતાની મેળે જ ઉડાન ભરીને રાહત સામગ્રી પહોંચાડવા સક્ષમ છે. આર્મી અધિકારી સમક્ષ જીવંત પ્રદર્શન અને પ્રશંસા ગત 17 જુલાઈના રોજ પાર્શ્વે મારવાડી યુનિવર્સિટીના NCC આર્મી વિંગના કેડેટ્સ અને એક આર્મી અધિકારી સમક્ષ પોતાના ડ્રોનનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. આ ટેકનિકલ કુશળતા અને નવતર વિચારસરણી જોઈને આર્મી અધિકારીએ પણ તેના આ સંશોધનની મુક્ત મને પ્રશંસા કરી હતી. રોબોટિક્સ ક્લબમાં સ્થાન અને હેલ્થકેર સિસ્ટમ સુધારવાનું સ્વપ્ન પોતાના માતા-પિતાના પ્રોત્સાહનથી આ સિદ્ધિ મેળવનાર પાર્શ્વની પ્રતિભાને ધ્યાને રાખીને મારવાડી યુનિવર્સિટીની રોબોટિક્સ ક્લબની સ્થાપક સમિતિમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની હેલ્થકેર સિસ્ટમને ટેકનોલોજી દ્વારા મજબૂત કરવાનું સ્વપ્ન ધરાવતો પાર્શ્વ હાલમાં નવા સંશોધનો પર કાર્ય કરી રહ્યો છે. એન્જિનિયર્સ ડે પર યુનિવર્સિટી દ્વારા ખાસ સન્માન અદ્યતન ટેકનોલોજી આધારિત આ સંશોધન બદલ પાર્શ્વ શાહને 15 સપ્ટેમ્બર, 2026ના રોજ એન્જિનિયર્સ ડે નિમિત્તે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં આવા સ્વયંસંચાલિત ડ્રોન આપત્તિ વ્યવસ્થાપન અને માનવ સેવા ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોટી વાલઝર પુલ પાસે યુવકે લગાવી મોતની છલાંગ:કરોડોના ખર્ચે બનેલો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ, 50 હજાર લોકો પ્રભાવિત; ગણદેવીમમાં 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
    Next Article
    The UK Cabinet just got an AI Minister born in Bihar’s Muzaffarpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment