Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણકાંઠામાં ઘૂડખર-નિલગાયથી ખેડૂતો પરેશાન:ઊભા પાકને બચાવવા રાત્રે ઉજાગરા કરવા પડે છે

    6 hours ago

    રણકાંઠા વિસ્તારના ખેડૂતો ઘૂડખર અને નીલગાયના ઝુંડના ત્રાસથી ભારે પરેશાન છે. આ જંગલી પ્રાણીઓના ઝુંડ ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને દિવસ દરમિયાન ખેતરમાં કામ કરવું પડે છે અને રાત્રિના સમયે પોતાના પાકને ઘૂડખર અને નીલગાયના હુમલાથી બચાવવા માટે ઉજાગરા કરવા પડે છે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ ખેડૂતો માટે તે મોટી મુશ્કેલીનું કારણ બન્યા છે. પોતાના પાકને બચાવવા માટે રણકાંઠાના ખેડૂતો વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. તેઓ ખેતરોની ફરતે કાંટાળી વાડ, ઝાટકા મશીન લગાવવા જેવા પ્રયાસો કરે છે. આ ઉપરાંત, કેટલાક ખેડૂતોએ જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા માટે એક અનોખો નુસખો અપનાવ્યો છે. આ ખેડૂતો પોતાના ખેતરની ફરતે રંગબેરંગી સાડીઓની વાડ બનાવે છે. આ પદ્ધતિથી જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશતા રોકવામાં નોંધપાત્ર સફળતા મળી છે. ખેડૂત આગેવાન કનુભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ખેતરની ફરતે રંગબેરંગી સાડીઓની વાડ કરવાથી ઘૂડખર, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ ખેતરમાં આવવાનું ટાળે છે. આ રંગબેરંગી સાડીઓ પ્રાણીઓને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના કાસવા ગામમાં યુવકનો વિકૃત મૃતદેહ મળ્યો:મૃતદેહ સંજય રાઠોડનો હોવાની ઓળખ, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
    Next Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાર નદીમાં ખાબકી:કાલોલ પાસે અકસ્માત, સુરતના પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment