Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના કાસવા ગામમાં યુવકનો વિકૃત મૃતદેહ મળ્યો:મૃતદેહ સંજય રાઠોડનો હોવાની ઓળખ, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

    6 hours ago

    ભરૂચ તાલુકાના કાસવા ગામની સીમમાંથી એક યુવકનો વિકૃત હાલતમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ કાસવા ગામના સંજય મગનભાઈ રાઠોડ (ઉંમર આશરે ૩૫ વર્ષ) તરીકે થઈ છે. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, સંજય રાઠોડનો તેમની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેમની પત્ની પિયર ચાલી ગઈ હતી. આ ઘટના બાદ સંજય રાઠોડ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ હતા. રવિવારે કાસવા ગામની સીમમાં ઝાડ સાથે લટકતી અને વિકૃત હાલતમાં લાશ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સંજય મગનભાઈ રાઠોડ તરીકે પાકી થઈ હતી. ભરૂચ તાલુકા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Vijay-starrer Jana Nayagan expected to release in two weeks: Producer Venkat K Narayan
    Next Article
    રણકાંઠામાં ઘૂડખર-નિલગાયથી ખેડૂતો પરેશાન:ઊભા પાકને બચાવવા રાત્રે ઉજાગરા કરવા પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment