Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપાની ચમારજ ગામમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:કેનાલથી દુધરેજ તળાવ સુધી વરસાદી પાણીના વહેણની સફાઈ કરાઈ

    7 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ચમારજ ગામમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી છે. કેનાલથી દુધરેજ તળાવ સુધી વરસાદી પાણીના વહેણને સુચારૂ બનાવવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અંદાજે ત્રણ કિલોમીટર સુધીની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. આ સફાઈ કાર્યમાં એક જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીને કેનાલને યુદ્ધના ધોરણે સાફ કરવામાં આવી હતી. ચમારજ ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ કમિશનર નવનાથ ગવહાણેની સૂચના હેઠળ આ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વોર્ડ એન્જિનિયર બી.આર. મોરીના સતત સુપરવિઝન અને ચૂંટાયેલા સભ્યો ભગીરથ સિંહ ઝાલા, ટ્વિંકલ ધરેજીયા, અંકિતાબેન બરીયા તેમજ દેવકરણભાઈ મારિયા દ્વારા પણ આ કામગીરી પર દેખરેખ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બે અપમૃત્યુ: યુવાન, વૃદ્ધનું નિધન:કારખાનામાં મશીનથી યુવાન, ઘરમાં પડી જવાથી વૃદ્ધનું સારવારમાં મોત
    Next Article
    ગોધરા પાસે અજાણ્યા વાહન ટક્કરે યુવકનું મોત:કોટડા બ્રિજ નજીક બાઇક સવાર પપ્પુ ડામોરનું ઘટનાસ્થળે નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment