Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પાસે અજાણ્યા વાહન ટક્કરે યુવકનું મોત:કોટડા બ્રિજ નજીક બાઇક સવાર પપ્પુ ડામોરનું ઘટનાસ્થળે નિધન

    6 hours ago

    ગોધરા તાલુકાના કોટડા ગામ નજીક બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ પપ્પુ રાયસીંગભાઇ ડામોર (રહે. દયાળ કાકરાગામ, ગોધરા તાલુકો) હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પપ્પુ ડામોર મોડી રાત્રે પોતાની બાઈક પર કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. કોટડા બ્રિજ નજીકથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પપ્પુ ડામોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટક્કર મારી ફરાર થઈ ગયેલા વાહન અને તેના ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મનપાની ચમારજ ગામમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:કેનાલથી દુધરેજ તળાવ સુધી વરસાદી પાણીના વહેણની સફાઈ કરાઈ
    Next Article
    IPL 2026 Live: Onus On Samson, Gaikwad As CSK Look To Break 7-Year-Old Jinx

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment