Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બે અપમૃત્યુ: યુવાન, વૃદ્ધનું નિધન:કારખાનામાં મશીનથી યુવાન, ઘરમાં પડી જવાથી વૃદ્ધનું સારવારમાં મોત

    3 days ago

    મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયા છે. ભરતનગર ગામ પાસે એક કારખાનામાં મશીનમાં હાથ આવી જવાથી ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયું હતું, જ્યારે ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલા એક વૃદ્ધનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતું. પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જાંબુઆના સુંજાપુર ગામના રહેવાસી સંજુભાઈ માવજીભાઈ ભુરીયા (ઉં.વ. 24) મોરબીના ભરતનગર ગામ પાસે આવેલી લેકમા પેનલ ઇન્ડસ્ટ્રીઝ એલએલપી ફેક્ટરીમાં કામ કરતા હતા. કામગીરી દરમિયાન તેમનો હાથ મશીનમાં આવી જતાં તેમને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. સંજુભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર મળ્યા બાદ તેમને રજા આપવામાં આવતા તેઓ પોતાના વતન પરત ફર્યા હતા. જોકે, સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા માવજીભાઈ શુક્લાભાઇ ભુરીયા (ઉં.વ. 50) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં, મોરબીના ગ્રીન ચોક પાસે કંસારા શેરી, સાંઈ વાળો ખાંચો ખાતે રહેતા અભેસિંગ કાનજીભાઈ સોઢા (ઉં.વ. 60) કોઈ કારણોસર પોતાના ઘરે પડી ગયા હતા. આથી તેમને માથા અને શરીરના ભાગે ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત અભેસિંગ સોઢાને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજકોટમાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ અકસ્માતમાં સાત લોકોના મોત:PMના આગમન પહેલા ઝગમગ્યા સોમનાથ,વડોદરા, નવનિયુક્ત કોર્પોરેટરોને હર્ષ સંઘવીની ટકોર, ગર્ભસ્થ બાળકના મોતનું વળતર
    Next Article
    સુરેન્દ્રનગર મનપાની ચમારજ ગામમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:કેનાલથી દુધરેજ તળાવ સુધી વરસાદી પાણીના વહેણની સફાઈ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment