Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર હોસ્પિટલે યુવાનના હાથમાંથી સળિયો કાઢ્યો:કાટવાળો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું

    7 hours ago

    સુરેન્દ્રનગરની જનરલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની ટીમે એક જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એક યુવાન દર્દીના હાથની હથેળી અને આંગળીઓના ભાગે લોખંડનો તીક્ષ્ણ અને કાટવાળો સળિયો આરપાર ઘૂસી ગયો હતો. આ સ્થિતિમાં શરીરમાં ચેપ, ધનુર કે ગેંગરીન જેવી જીવલેણ સમસ્યાઓનું મોટું જોખમ હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારના માર્ગદર્શન હેઠળ જનરલ સર્જન ડૉ. મનીષ અગ્રવાલ, ડૉ. વિપુલ એમ. ઝરમરીયા અને તેમની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. આ સર્જરી પડકારજનક હતી, કારણ કે સહેજ પણ બેદરકારી હાથની નસો અને સ્નાયુઓને કાયમી નુકસાન પહોંચાડી શકતી હતી. તબીબોએ અત્યંત સાવચેતીપૂર્વક નસો અને પેશીઓને સુરક્ષિત રાખીને સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. સળિયો કાઢ્યા બાદ ઘાની સંપૂર્ણ સફાઈ કરી, હાથની રચના પૂર્વવત કરવા માટે જરૂરી ટાંકા અને અન્ય તબીબી સારવાર આપવામાં આવી. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટિલ સર્જરી માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી નીતિને કારણે આ સમગ્ર સર્જરી જનરલ હોસ્પિટલ ખાતે તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી. અગાઉ પણ આ હોસ્પિટલમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધાના થાપાના ગોળાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલની વધતી જતી વિશ્વસનીયતાનો પુરાવો છે. સફળ સર્જરી બાદ હાલ યુવાનની હાલત સ્થિર છે. સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના પ્રયાસોથી મળેલી આ સફળતા બદલ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. યુવાનના પરિવારજનોએ પણ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત સિવિલ હોસ્પિટલમાં 'ઓપરેશન ક્લીન':રવિવારે રજાના દિવસે પણ સફાઈ અને રિપેરીંગ કામ પૂરજોશમાં, આરોગ્ય મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર એક્શન મોડમાં
    Next Article
    જગુદણ રોડ પર રાતે પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:અંદાજે 40 લાખનું નુકસાન, ફાયરની સાત ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment