Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ હોસ્પિટલમાં 'ઓપરેશન ક્લીન':રવિવારે રજાના દિવસે પણ સફાઈ અને રિપેરીંગ કામ પૂરજોશમાં, આરોગ્ય મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર એક્શન મોડમાં

    7 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રમાં લાંબા સમય બાદ ભારે દોડધામ જોવા મળી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રવિવારની રજા હોવા છતાં હોસ્પિટલ કેમ્પસમાં 'યુદ્ધના ધોરણે' કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનાથી દર્દીઓ અને તેમના સ્વજનોમાં નવી આશા જન્મી છે. તૂટેલી ટાઇલ્સ બદલાઈ અને ગંદકીનો સફાયો 9મે શનિવારે મંત્રીએ લીધેલી મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી હતી. જેને પગલે આજે રવિવારે સિવિલ હોસ્પિટલમાં વિશેષ સફાઈ અભિયાન છેડવામાં આવ્યું હતું. 10મે રવિવારે દર્દીઓની ભીડ ઓછી હોવાનો લાભ લઈને આખા કેમ્પસને ખૂણેખૂણેથી સાફ કરવામાં આવ્યું હતું. કિડની બિલ્ડિંગમાં લાંબા સમયથી તૂટેલી હાલતમાં રહેલી ટાઇલ્સને બદલવાની કામગીરી PIU દ્વારા તાત્કાલિક ધોરણે હાથ ધરી દેવામાં આવી છે. સિવિલ અને ઇલેક્ટ્રિકલ વિભાગના એન્જિનિયરોને મંત્રીની કડક સૂચના બાદ કામમાં જોતરી દેવાયા છે. હવે ગેટ પર જ મળશે વ્હીલચેર સાથેના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં આવતા લાચાર દર્દીઓને વ્હીલચેર માટે વલખાં મારવા પડતા હોવાની ફરિયાદોનો હવે અંત આવશે. નવી વ્યવસ્થા મુજબ, હોસ્પિટલના દરેક પ્રવેશદ્વાર પર હવે વ્હીલચેર સાથે કર્મચારીઓ તૈનાત રહેશે. કોઈ પણ ગંભીર દર્દી હોસ્પિટલ પહોંચશે કે તરત જ તેને ગેટ પરથી જ વ્હીલચેરની સુવિધા મળી રહેશે, જેથી સારવારમાં વિલંબ ન થાય. ટૂંક સમયમાં અમદાવાદની UN મહેતા જેવી સુવિધા મળશે એન્જિયોગ્રાફી મશીન બંધ હોવાની ચર્ચાઓ વચ્ચે RMO ડો. કેતન નાયકે સ્પષ્ટતા કરી છે કે, મશીન કાર્યરત છે અને હાલમાં તેનો ઉપયોગ બ્રેઈન અને પેરીફરલ વેસલ્સ માટે કરવામાં આવે છે. જોકે, હાર્ટ એન્જિયોગ્રાફી માટે જરૂરી કાર્ડિયોથોરાસિક સર્જન અને નિષ્ણાત સ્ટાફના અભાવે તે સેવા મર્યાદિત હતી. પરંતુ હવે રાજ્ય સરકારે સુરત સિવિલને અમદાવાદની સુપ્રસિદ્ધ યુ.એન. મહેતા હોસ્પિટલના 'સેટેલાઇટ સેન્ટર' તરીકે વિકસાવવાનો નીતિવિષયક નિર્ણય લીધો છે. આગામી સમયમાં સુરતીઓને હૃદયરોગની અત્યાધુનિક સારવાર ઘરઆંગણે જ મળશે. મંત્રીની સૂચનાઓનું તાત્કાલિક અમલીકરણ શરૂ: RMO ડો. કેતન નાયક સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિઝિટ બાદ તેમના દ્વારા જે અવલોકનો અને સૂચનાઓ આપવામાં આવી હતી, તેનું અમલીકરણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. PIU સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોને સાથે રાખી રિપેરીંગ કામગીરી શરૂ કરી છે. દર્દીઓની સુવિધા માટે વ્હીલચેરની વ્યવસ્થા ગેટ પર ગોઠવી દેવાઈ છે અને સફાઈ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    He chose farm over foreign shores, now makes Rs 5,500 daily
    Next Article
    સુરેન્દ્રનગર હોસ્પિટલે યુવાનના હાથમાંથી સળિયો કાઢ્યો:કાટવાળો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment