Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતનગરમાં ધારિયું, ધોકા અને ઢીકાપાટુ વડે યુવક પર તૂટી પડ્યા:'બન્ના ગ્રુપનું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું', ત્રણ શખસ સામે ગુનો નોંધાયો

    8 hours ago

    ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ગત રાત્રિએ 'બન્ના ગ્રુપ' વિશે અપશબ્દો બોલવાની શંકા રાખીને ત્રણ શખ્સોએ 22 વર્ષીય દર્શન ઠક્કર પર ધારિયા અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ભરતનગર પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધારિયા અને લાકડાના ધોકા વડે આડેધડ ઘા માર્યા ભરતનગરના વર્ધમાનનગર-1માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દર્શનભાઈ અતુલભાઈ ઠક્કર ગત રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે પોતાના ફ્લેટ નીચે એકલા બેઠા હતા. આ દરમિયાન એક ફોરવ્હિલ ગાડીમાં રામદેવસિંહ અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. "તું બન્ના ગ્રુપ વિશે કેમ ખરાબ બોલે છે?" તેમ કહી આરોપીઓએ દર્શનભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. વહેમની દાઝ રાખીને આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રામદેવસિંહે ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે તેની સાથેના અન્ય બે શખ્સોએ પોતાની પાસે રહેલા ધારિયા અને લાકડાના ધોકા વડે દર્શનભાઈ પર આડેધડ પ્રહાર કર્યા હતા. આ હુમલાને કારણે યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 'બન્ના ગ્રુપનું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું.' યુવકે બચાવ માટે દેકારો કરતા પરિવારજનો અને ફ્લેટના રહીશો દોડી આવ્યા હતા. લોકોની ભીડ જામતી જોઈ હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, 'જો હવે બન્ના ગ્રુપનું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું.' ઇજાગ્રસ્ત દર્શનભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ શખસો સામે ગુનો નોંધાયો ભરતનગર પોલીસે દર્શનભાઈની ફરિયાદના આધારે રામદેવસિંહ સહિત ત્રણ શખ્સો સામે BNS એક્ટની કલમ 115(2), 352, 351(2), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ફાયર વિભાગે હોસ્પિટલ કર્મચારીઓને તાલીમ આપી:શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલના 30 સ્ટાફને આગ સામે સુરક્ષા શીખવાડાઈ
    Next Article
    બેફામ કારની ટક્કરે ત્રણનાં મોત, CCTV:રોડ ક્રોસ કરી રહેલી બાઈકને હવામાં ફંગોળી; બાઈક પર સવાર ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત, ગોધરા-દાહોદ હાઈવે લોહીલુહાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment