Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌવશના ઝુંડે સિંહને ભગાડ્યો, CCTV:મેંદરડાના કેનેડીપુરમાં સિંહની લટાર, શિકાર કરવા જતાં ગાયે વળતો જવાબ આપતા જંગલના રાજાએ પીછેહઠ કરી

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડ્યો હતો. જોકે, જંગલના રાજા ગણાતા સિંહનો સામનો ગામમાં રહેલા ગૌવંશના ઝુંડ સાથે થઈ ગયો હતો. સામાન્ય રીતે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાયોના ઝુંડે અકલ્પનીય હિંમત દર્શાવી હતી. ​ગાયે હિંમત સાથે સિંહનો સામનો કર્યો સિંહ જેવો ગૌવંશના ઝુંડ તરફ આગળ વધ્યો કે તુરંત જ એક ગાયે ભારે ખુમારી અને હિંમત સાથે સામનો કર્યો હતો. ગાયે આક્રમક વલણ અપનાવીને સિંહને વળતો જવાબ આપતાં જંગલનો રાજાએ પણ પીછેહઠ કરવી પડી હતી. શિકાર કરવાની કોશિશ કરનાર સિંહ આખરે કોઈ પણ પશુનો શિકાર કર્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ગૌવંશની હિંમત અને તાકાતના ભારે વખાણ કરી રહ્યા છે. અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારમાં આવી જાય છે ​ગામડાઓમાં શિકાર માટે આવતા સિંહો અને અન્ય હિંસક વન્યપ્રાણીઓના કારણે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતો હોય છે. ગીર નજીકના સરહદી વિસ્તારોમાંથી વન્યજીવોના આવા વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. જ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જાય છે અને સિંહો કે અન્ય હિંસક પ્રાણીઓને સલામત રીતે ગ્રામીણ વિસ્તારમાંથી દૂર જંગલના સલામત વિસ્તાર તરફ ખસેડવાની કામગીરી હાથ ધરે છે. ​વન્યજીવોની પજવણી ન કરવા વનવિભાગની અપિલ વન વિભાગ દ્વારા પણ સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓને સિંહો તથા અન્ય હિંસક પ્રાણીઓ સામે સતર્ક રહેવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. વન વિભાગે લોકોને વિનંતી કરી છે કે રાત્રિના સમયે કે વન્યજીવો સામે આવે ત્યારે કોઈ પણ પ્રકારની પજવણી ન કરવી અને જાગૃતતા દાખવવી. જો ક્યાંય પણ વન્યજીવો માનવ વસાહતમાં દેખાય તો તુરંત જ વન વિભાગને જાણ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:હેન્ડલ લોક વિનાના બાઇક ચોરી નંબર પ્લેટ બદલાવી નાખતા, 4 શખ્સોએ 3 વાહન ચોરીની કબૂલાત આપી
    Next Article
    "Pakistan's Frustration": India On Reaction To Sergio Gor's J&K Comment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment