Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈએ ધોકાના ફટકા મારીને મોટાભાઈની હત્યા કરી:દહેગામમાં નાનાભાઈની ઊંઘ ઉડાડી ભેંસો ચરાવવા જવાનું કહેવું ભારે પડ્યું, માતાએ દીકરા સામે ફરિયાદ નોંધાવી

    9 hours ago

    ઊંઘમાં ખલેલ પડતાં માણસ કેટલો હિંસક બની શકે છે તેનો એક કરુણ કિસ્સો દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે પ્રકાશમાં આવ્યો છે. ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બનાવ અંગે માતાએ પોતાના જ નાના પુત્ર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મોટા ભાઈએ જગાડીને ભેંસો ચરાવવા જવા માટે કહ્યું ને ઝઘડો પ્રાપ્ત વિગત અનુસાર, ગત તારીખ 26 એપ્રિલના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન તેના મોટા ભાઈ કરણસિંહ ઉર્ફે મોન્ટુએ તેને જગાડીને ભેંસો ચરાવવા જવા માટે કહ્યું હતું. મેહુલે લાકડાનો ધોકો કરણસિંહના માથામાં ઝીંકી દીધો જોકે મેહુલે થોડીવાર પછી જવાનું કહેતા બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. અને મામલો વધુ બિચકતા મેહુલે પાસે પડેલો લાકડાનો ધોકો કરણસિંહના માથામાં ઝીંકી દીધો હતો. જેના કારણે માથામાં ગંભીર ઈજા થતાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો હતો. પિતાએ પોલીસને ખોટી માહિતી આપી જોકે પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવી હતી. એ વખતે પિતા ભીખુસિંહે પોલીસને જણાવ્યું હતું કે કરણસિંહ એક્ટિવા પરથી પડી જતાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેના માથાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. સારવાર બાદ દમ તોડ્યો ને માતાએ ફરિયાદ નોંધાવી પરંતુ અમદાવાદ સિવિલમાં 13 દિવસની લાંબી સારવાર બાદ આખરે કરણસિંહે દમ તોડ્યો હતો. ત્યારે પુત્રના મોત બાદ માતા જબાબેન ચૌહાણે હિંમત ભેગી કરી દહેગામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પુત્ર અર્જુનસિંહ ઉર્ફે મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ બાઇક અને રીક્ષાની ટક્કરમાં 2નાં મોત:શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત, રસ્તા પર લોહીલુહાણ મૃતદેહો ને મોતની ચીસિયારીઓ, દાંતામાં બેકાબૂ કારે બેનાં જીવ લીધા
    Next Article
    'હું મનીષ પરમાર છું, જે થાય તે કરી લેજે':વિઠ્ઠલવાડીમાં હોર્ન વગાડવા બાબતે મોપેડ ચાલકે વેપારીને છરીના ઘા ઝીક્યા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment