Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું મનીષ પરમાર છું, જે થાય તે કરી લેજે':વિઠ્ઠલવાડીમાં હોર્ન વગાડવા બાબતે મોપેડ ચાલકે વેપારીને છરીના ઘા ઝીક્યા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

    8 hours ago

    ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પરિવાર સાથે ભોજન કરી પરત ફરી રહેલા એક વેપારીએ રસ્તામાં સાઈડ માંગવા માટે હોર્ન વગાડતા, ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે વેપારી પર છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. શું હતી સમગ્ર ઘટના? વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં પાન-માવાની કેબિન ધરાવતા વીરભદ્ર ગંભીરસિંહ ગોહિલ (ઉં.વ. 48) ગઈકાલે રાત્રે પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરના નાકે, હોટલ વ્હાઈટરોઝ પાસે રસ્તા વચ્ચે જઈ રહેલા એક એક્ટિવા ચાલક પાસે વેપારીએ સાઈડ મેળવવા માટે હોર્ન વગાડ્યો હતો. હોર્ન વગાડતા જ શખ્સ ઉશ્કેરાયો માત્ર હોર્ન વગાડવાની બાબત એક્ટિવા ચાલક મનીષ પરમારને પસંદ પડી ન હતી. તેણે વચ્ચે રસ્તે કાર ઉભી રખાવી વેપારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી દરમિયાન આવેશમાં આવી ગયેલા મનીષે પોતાની એક્ટિવાની ડિક્કીમાંથી છરી કાઢી વીરભદ્રસિંહ પર હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપીએ "હું મનીષ પરમાર છું, જે થાય તે કરી લેજો" તેવી ધમકી આપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસ કાર્યવાહી અને સારવાર ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નિલમબાગ પોલીસે આરોપી મનીષ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. BNS કલમ 118(2), 352, 351(2), જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાઈએ ધોકાના ફટકા મારીને મોટાભાઈની હત્યા કરી:દહેગામમાં નાનાભાઈની ઊંઘ ઉડાડી ભેંસો ચરાવવા જવાનું કહેવું ભારે પડ્યું, માતાએ દીકરા સામે ફરિયાદ નોંધાવી
    Next Article
    When Kiara Advani "Almost Believed" The Plastic Surgery Rumours About Her

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment