Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધનામાં મટકીફોડ દરમિયાન બબાલ:નાચતા યુવક પર અચાનક ચપ્પુના ઘા ઝીંકી દીધા, ભૂતકાળમાં હત્યા કરી ચૂકેલા 2 રીઢા ગુનેગાર ઝડપાયા

    6 hours ago

    સુરતના ઉધના વિસ્તારમાં મટકીફોડ ઉત્સવની ઉજવણી દરમિયાન અચાનક લોહીયાળ સંઘર્ષ સર્જાયો હતો. બનાવ પહેલાં 20 વર્ષીય અનુજ રાઠોડ પોતાના મિત્રો સાથે ઉત્સવના રંગમાં રંગાઈને ખુશીથી નાચી રહ્યો હતો અને માહોલ બિલકુલ સામાન્ય હતો. આ દરમિયાન અચાનક થયેલી બબાલમાં સાહિલ અને સુશીલ નામના બે શખ્સોએ તેના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ તાત્કાલિક એક્શનમાં આવેલી ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ હત્યાના કેસમાં પણ સંડોવાયેલા છે. મિત્રનો ઝઘડો પતાવવા વચ્ચે પડવું યુવકને ભારે પડ્યું સમગ્ર બનાવની વિગત મુજબ, ઉધના મોરારજી વસાહત રોડ નંબર 9 ખાતે રહેતો 20 વર્ષીય અનુજ દિનેશભાઈ રાઠોડ તારીખ 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે ટી.વી. કંપાઉન્ડ ખાતે આયોજિત મટકીફોડ કાર્યક્રમ જોવા ગયો હતો. ત્યાં તેનો મિત્ર રાહુલ રાણા પણ હાજર હતો. બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે સાહિલ અને સુશીલ નામના બે યુવકો ત્યાં આવી પહોંચ્યા હતા અને રાહુલ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. મામલો બિચકતાં અનુજે બંનેને ઝઘડો ન કરવા અને મામલો થાળે પાડવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જે તેને ભારે પડી ગયો હતો. ડાબા હાથના ખભા અને બગલમાં ચપ્પુના 3 ઘા ઝીંક્યા અનુજે સમાધાન કરાવવાનો પ્રયાસ કરતાં જ બંને અસામાજિક તત્ત્વો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને રાહુલને છોડી સીધા અનુજ સાથે ઝઘડવા લાગ્યા હતા. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે સાહિલે પોતાની પાસે સંતાડેલું ધારદાર ચપ્પુ કાઢીને અનુજના ડાબા હાથના ખભાના ભાગે એક ઘા મારી દીધો હતો. ત્યારબાદ સુશીલે પણ ચપ્પુ વડે અનુજના ડાબા હાથની બગલના ભાગે ઉપરાઉપરી બે ઘા ઝીંકી દીધા હતા. ખુલ્લેઆમ લોહીયાળ હુમલો થતાં કાર્યક્રમમાં નાસભાગ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થયા હતા લોહીલુહાણ હાલતમાં પડેલા અનુજને ધમકી આપતાં આરોપીઓએ કહ્યું હતું કે, "હવે પછી અમારા મામલામાં વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશું." આટલું કહી બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર અનુજ રાઠોડની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને રીઢા ગુનેગારો સાહિલ અને સુશીલને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    पंजाब की जिम्मेदारी मिलते ही काम में जुटे पायलट, जन्मदिन भूल कांग्रेस मुख्यालय में डटे रहे
    Next Article
    વડોદરામાં લાંચ કેસમાં સસ્પેડેડ PSI અને ASIની રેગ્યુલર જામીન અરજી:અરજદારને હેરાન ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી કરવા 10 હજારની લાંચના ગુનામાં બંને ઝડપાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment