Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં લાંચ કેસમાં સસ્પેડેડ PSI અને ASIની રેગ્યુલર જામીન અરજી:અરજદારને હેરાન ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી કરવા 10 હજારની લાંચના ગુનામાં બંને ઝડપાયા હતા

    6 hours ago

    વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજદારને હેરાન ન કરવા અને તેની જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચની માંગણી સસ્પેડેડ PSI મલ્લીકાબેન પરમાર અને ASI જયકિશન ગામેતીએ કરી હતી. આ કેસમાં રેગ્યુલર જામીન અરજી વડોદરા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. અરજદાર વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 1 જૂન, 2026ના રોજ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ PSI મલ્લીકા પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન અરજદાર હેરાન ન કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા માટે 10 હજાર રૂપિયા લેવાનું નક્કી થયું હતું. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.27 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન નજીક ઝેરોક્ષની દુકાન સામે મુખ્ય રોડ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન PSI મલ્લીકા પરમાર વતી લાંચની રકમ સ્વીકારવા માટે આરોપી જયકિશન ગામેતીને જણાવાયું હોવાનો કેસમાં ઉલ્લેખ છે. ટ્રેપ દરમિયાન સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર રૂ.10 હજાર મુકાવી લાંચ સ્વીકારવામાં આવી હતી. આ કેસમાં સસ્પેડેડ PSI મલ્લીકાબેન ખીમજીભાઈ પરમાર અને સસ્પેડેડ ASI જયકિશન સોમાજી ગામેતી ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. તત્કાલીન PSI મલ્લીકા પરમાર તથા ASIએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર તરફથી DGP અનિલ દેસાઈએ આરોપોની ગંભીરતા અને કેસની પરિસ્થિતિ અંગે દલીલો કરી હતી. દલીલો બાદ કોર્ટે મલ્લીકા પરમાર અને જય કિશન ગામેતીની નિયમિત જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉધનામાં મટકીફોડ દરમિયાન બબાલ:નાચતા યુવક પર અચાનક ચપ્પુના ઘા ઝીંકી દીધા, ભૂતકાળમાં હત્યા કરી ચૂકેલા 2 રીઢા ગુનેગાર ઝડપાયા
    Next Article
    અંતિમ શ્રાવણ સોમવારે 1.30 લાખથી વધુ ભક્તોએ કર્યા સોમનાથ દર્શન:90 ધ્વજાપૂજા, 88 સોમેશ્વર પૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 25 હજારથી વધુ આહુતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment