Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરની પાસા હેઠળ અટકાયત:હિંમતનગર પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરી

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, ઊંચું વ્યાજ વસૂલ કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હિંમતનગર બી ડિવિઝન પોલીસે એક આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા હતા. આ ગુનાઓને પગલે, ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ 1985ની કલમ 3(1) મુજબ તેની અટકાયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ પાસા દરખાસ્ત મંજૂર કરી હતી. આદેશ મળતા, પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા:શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા તો રાજ્યપાલે રોક્યા, 9 મંત્રીઓએ પણ શપથ લીધા
    Next Article
    રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનની 866 જર્જરિત મિલકતોને નોટિસ:ચોમાસા પહેલા જોખમી બાંધકામો દૂર કરવા અથવા રિપેરિંગ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment