Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા:શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા તો રાજ્યપાલે રોક્યા, 9 મંત્રીઓએ પણ શપથ લીધા

    11 hours ago

    તમિલગા વેત્રી કઝગમ (TVK) ના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે તમિલમાં શપથ લીધા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. શપથ લેતી વખતે વિજય નિર્ધારિત લાઈન સિવાય અન્ય વાતો બોલવા લાગ્યા, જેના પર રાજ્યપાલ અર્લેકરે તેમને રોક્યા અને કહ્યું કે જે લખીને આપ્યું છે તે જ વાંચો. વિજય સાથે અન્ય 9 મંત્રીઓ પણ શપથ લીધા છે. તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડો. કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી વેંકટરમણન, આર નિર્મલકુમાર, રાજમોહન, ડો. ટીકે પ્રભુ અને સેલ્વી એસ કીર્તનાના નામનો સમાવેશ થાય છે. આ બધા વિજયની પાર્ટી TVK ના જ ધારાસભ્યો છે. હાલમાં સહયોગી પક્ષોના કોઈ ધારાસભ્યને વિજયના પ્રથમ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ પહેલા શનિવારે વિજયે રાજ્યપાલ અર્લેકરને TVK, કોંગ્રેસ, CPI, CPM, VCK અને IUML ના 121 ધારાસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા. ત્યારબાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVK એ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 234 માંથી 108 બેઠકો જીતી. હવે વિજય પાસે 121 ધારાસભ્યો છે, જ્યારે બહુમતીનો આંકડો 118 છે. તમિલનાડુમાં 1967 પછી એટલે કે લગભગ 60 વર્ષ પછી બિન-દ્રવિડ પક્ષનો મુખ્યમંત્રી હશે. આ પહેલા 1963-1967 સુધી કોંગ્રેસ સરકારમાં એમ ભક્તવત્સલમ મુખ્યમંત્રી હતા. 3 તસવીરોમાં જુઓ આખી ઘટના… તમિલનાડુમાં વિજયના CM શપથવિધિ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Chennai Super Kings' Special Message For Fans Amid Vijay's Oath Taking Ceremony
    Next Article
    વ્યાજખોરની પાસા હેઠળ અટકાયત:હિંમતનગર પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment