Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનની 866 જર્જરિત મિલકતોને નોટિસ:ચોમાસા પહેલા જોખમી બાંધકામો દૂર કરવા અથવા રિપેરિંગ કરવા આદેશ

    8 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં બાંધકામ શાખા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ કુલ 866 જેટલી ખાનગી મિલકતોને જર્જરિત જાહેર કરાઈ છે. આ તમામ મિલકત ધારકોને નોટિસ ફટકારીને ચોમાસું શરૂ થાય તે પહેલા જોખમી ભાગો તોડી પાડવા અથવા જરૂરી રિપેરિંગ કરાવી લેવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાથી થતી જાન-માલની હાનિ રોકવાનો છે. મહાનગરપાલિકાએ આ સર્વેમાં માત્ર ખાનગી મકાનો જ નહીં, પરંતુ સરકારી આવાસો અને હાઉસિંગ બોર્ડની મિલકતોની સ્થિતિનો પણ ચિતાર મેળવ્યો છે. ત્રણેય ઝોનમાં સર્વે અને નોટિસની વિગતવાર કાર્યવાહી મહાપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, સમગ્ર શહેરમાં કુલ 886 મકાનો જર્જરિત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 866 ખાનગી મિલકતોના માલિકો કે કબજેદારોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ નોટિસના આધારે 202 મકાનોમાં રિપેરિંગ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જોકે, હજુ પણ અનેક મિલકતો એવી છે જ્યાં કામગીરી બાકી છે. આ મિલકતો પૈકી 90 જેટલા કિસ્સાઓમાં મકાન માલિક અને ભાડૂઆત કે કબજેદાર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે અથવા આંતરિક તકરાર છે, જેને કારણે નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. બાંધકામ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી વિવાદિત મિલકતોમાં રહેતા લોકોએ પોતાની સુરક્ષાની જવાબદારી સ્વીકારીને મરામત કરાવવાની રહેશે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરોની જોખમી સ્થિતિ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, મહાનગરપાલિકાના વિસ્તારમાં સૌથી વધુ ખરાબ હાલત ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરોની છે. શહેરમાં અંદાજે 318 જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના છે જે જર્જરિત શ્રેણીમાં આવે છે. આ ક્વાર્ટરો અતિ જોખમી હોવાથી તંત્ર દ્વારા હાઉસિંગ બોર્ડના સત્તાધીશોને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે આ મકાનો તાત્કાલિક ખાલી કરાવી તેને તોડી પાડવામાં આવે. આ ઉપરાંત, કેટલીક સરકારી ઈમારતો પણ જોખમી હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકની કેટલીક બિલ્ડિંગો, જેમ કે સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડ પર આવેલું વર્ષો જૂનું ફાયર બ્રિગેડનું બિલ્ડિંગ, પણ જર્જરિત અવસ્થામાં છે. સામાન્ય જનતાને મિલકતો તોડી પાડવા આદેશ આપતું તંત્ર પોતાની જ મિલકતો ક્યારે ખાલી કરાવશે તેવો પ્રશ્ન પણ જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યો છે. વિસ્તાર મુજબ જર્જરિત મિલકતોનું વર્ગીકરણ રાજકોટના જૂના વિસ્તારોમાં જર્જરિત ઇમારતોનું પ્રમાણ ચિંતાજનક છે. સેન્ટ્રલ ઝોનમાં પરા બજાર, ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ જેવા વિસ્તારોમાં સૌથી વધુ જૂની ઈમારતો છે. વોર્ડ નં. 2, 3, 7 અને 14માં આ સમસ્યા વધુ ઘેરી છે, જ્યાં દર વર્ષે 200થી વધુ મકાનોને ભયજનક જાહેર કરવામાં આવે છે. વેસ્ટ ઝોનમાં રૈયા, મોવા અને મવડી જેવા જૂના ગામતળના વિસ્તારોમાં 50થી 70 મકાનોની ઓળખ થઈ છે, જ્યારે વોર્ડ નં. 10, 11 અને 12માં પણ જોખમી બાંધકામો વધુ છે. ઈસ્ટ ઝોનમાં ખાસ કરીને આજી નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારો અને વોર્ડ નં. 17ની બાબરીયા કોલોનીમાં 60થી 80 જેટલી ઈમારતો અને ઔદ્યોગિક શેડ જોખમી શ્રેણીમાં છે. ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાથી આ વિસ્તારો પર તંત્ર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દુર્ઘટનાઓ નિવારવા તંત્રની સજ્જતા અને કડક અમલીકરણ રાજકોટમાં અગાઉ બનેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દર વર્ષે સરેરાશ 350થી 400 ઇમારતોને નોટિસ આપવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે સર્વેની કામગીરી વધુ સઘન બનાવી 886 મકાનો સુધી પહોંચવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં અનધિકૃત કે ગેરકાયદેસર બાંધકામો જનતા માટે જોખમરૂપ છે, ત્યાં ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ તમામ ખાનગી મિલકત ધારકોને તાકીદ કરી છે કે જો તેઓ સ્વખર્ચે જોખમી ભાગો દૂર નહીં કરે, તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને તે દરમિયાન થતા ખર્ચની વસૂલાત પણ મિલકત ધારક પાસેથી જ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરની પાસા હેઠળ અટકાયત:હિંમતનગર પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી કરી
    Next Article
    Mumbai Indians' IPL Playoffs Scenario Explained If Match vs RCB Gets Washed Out

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment