Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મનો મામલો:પાટણની યુવતીને પ્રેમીએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, ગર્ભપાત કરાવ્યો

    11 hours ago

    પાટણની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ ગર્ભપાત કરાવવાનો, મિત્ર સાથે પૈસા આપી કોર્ટ મેરેજ કરાવવાનો અને અંતે જાનથી મારી નાખવાની ધમકી સાથે કેસ પોલીસ મથકે નોંધાયો છે. મૂળ પાટણની અને હાલ અમદાવાદ રહેતી 25 વર્ષીય યુવતી વર્ષ 2023 દરમિયાન પાટણની બેંકમાં લોન વિભાગમાં નોકરી કરતી હતી. તે દરમિયાન માતરવાડીના સુરજ ભરવાડ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે ફેબ્રુઆરી-2024 દરમિયાન સુરજ ભરવાડ તેને પાટણ-ઊંઝા રોડ પર આવેલી હોટલ માં લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાની લાલચ આપી પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પાટણની અલગ-અલગ ફ્લેટોમાં ભાડાનું મકાન રાખી વારંવાર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતીને વારંવાર ગર્ભ રહેતા આરોપીએ ગર્ભનિરોધક દવાઓ આપી ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં સુરજ ભરવાડે પોતે પરણિત હોવાની અને ચાર સંતાનો હોવાનું સ્વીકારી યુવતીને “જીવનભર પત્ની જેવી રાખીશ” એવો વિશ્વાસ આપ્યો હતો.સાથે જ પોતાના મિત્ર જીગર રબારી સાથે ટેમ્પરરી કોર્ટ મેરેજ કરવાની સલાહ આપી હતી. યુવતીનો આક્ષેપ છે કે સુરજે પૈસા આપી જીગર રબારી સાથે તેના કોર્ટ મેરેજ કરાવ્યા હતા, જ્યારે બાદમાં પોતે સાબરમતી રિવરફ્રન્ટ પાસે બહુચર માતાના મંદિરે યુવતી સાથે ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હોવાનું નાટક કર્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ હોટલ અને ફ્લેટોમાં આરોપી સુરજ ભરવાડે સંબંધ બાંધ્યા હતા. આરોપી અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો રાખતો હતો અને “હનીટ્રેપ” જેવા ગેરકાયદે કાર્યોમાં સંડોવાયેલો હતો.ગર્ભપાત કરાવવા ઇનકાર કરતાં આરોપી અને મારઝૂડ કરતો હતો. નારણપુરાની હોસ્પિટલમાં તેની મરજી વિરુદ્ધ સારવાર કરાવ્યાનો પણ આરોપ મૂકાયો છે. હાલમાં યુવતી ત્રણ માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે.6 મે 2026ના રોજ સુરજ ભરવાડ યુવતીના ત્રાગડ સ્થિત ફ્લેટ પર પહોંચ્યો હતો અને ગર્ભપાત કરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતા ધમકી આપી બળાત્કાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાંદખેડા પોલીસે સુરજ વિહાભાઈ ભરવાડ અને જીગર રબારી વિરુદ્ધ ફરિયાદ લઈ શહેર બી ડિવિઝન પોલીસને મોકલતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    વહીવટી તંત્રનો મોટો નિર્ણય:પાટણના 79 સ્થાપત્ય સ્થળો ‘નો ફ્લાય ઝોન’ જાહેર,ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
    Next Article
    દારૂ ઝડપાયો:કનીજ ગામેથી 6.79 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment