Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે ફાયદો થાય

    12 hours ago

    તારાબહેન રાવલના પુત્ર જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંપત્તિસુખમાં વૃદ્ધિ થાય. નવી તક ઝડપી લેવી. નોકરિયાત વર્ગનું સ્ટેટસ વધે. વ્યવસાયમાં ઉન્નતિ થાય. ઉદ્યોગપતિઓ માટે રાજ યોગ જેવી સ્થિતિ સર્જાય. વિદેશના પ્રશ્નોમાં રાહત મળશે. આળસુ અને બીમાર કાર્યાન્વિત થશે. ઉગ્રતા ઓછી રાખવી. તા. 10-14-15 ફાયદાકારક. તા. 16 મનોવેદના. વૃષભ (બ. વ. ઉ.) વિદેશ સાથેના સંબંધો મજબૂત બને. વિદેશમાં મૂડીરોકાણ કરવાનાં દ્વાર ખૂલશે. દેવું ચૂકવી શકાય. અવિવાહિતો માટે લગ્નના નવા પ્રસ્તાવ આવે. નાણાકીય ફાયદાકારક સ્થિતિ સર્જાય. ઉત્પાદન વધે. નિકાસ કરવાની તક વધશે. ગરમીનીજન્ય દર્દો સામે રક્ષણ મેળવવું. ખર્ચનો અતિરેક થાય. આંતરિક દબાણ જણાય. તા. 12-13-16 સ્થિરતા. તા. 15 સંકટ. મિથુન (ક. છ. ઘ.) વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ વ્યક્તિઓને મોકો મળશે. આર્થિક સંજોગો ઊજળા છે. વ્યાવહારિક અને સામાજિક સંબંધો ઊજળા બનશે. ગૃહ અને સુરક્ષા ક્ષેત્રે કામ કરતા અધિકારી વર્ગની કામગીરી સશક્ત બને. સુખ-સગવડનાં સાધનો વસાવી શકાશે. આંધળું સાહસ કરવાથી ચેતવું. તા. 10 અર્થનાશ. તા. 13-14-15 પ્રગતિકારક. કર્ક (ડ. હ.) માન-પ્રતિષ્ઠા વધે. કાર્યકુશળતા વધે. ત્વરિત નિર્ણય લઇ શકાય. નોકરીમાં જવાબદારીઓ વધવાની સાથે પ્રમોશન મળી શકે. રોજગારી ક્ષેત્રે તક મળશે. આર્થિક ક્ષેત્રે ફાયદો થાય. માનસિક તાણ અને વિવાદોથી દૂર રહેવું. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. તા. 11 હતોત્સાહ જણાય. તા. 14-15-16 હર્ષોલ્લાસ થાય. સિંહ (મ. ટ.) અનુકૂળતાઓ અને સુવિધાઓ વધે. ઉચ્ચ રાશિના સૂર્ય સાથે મંગળ અનેક રીતે ઉપકારક નીવડશે. થાક દૂર થાય. પ્રગતિના પંથે આગળ વધાશે. કારકિર્દીમાં સ્થિરતા આવે. લાંબાગાળાથી એક જગ્યાએ રહેલાઓ માટે પ્રમોશનની તક મળે. અહંકાર અને ઉતાવળ કરવાથી સાચવવું. તા. 10-11-16 ભાગ્યવૃદ્ધિ થાય. તા. 12 માનસિક તાણ જણાય. કન્યા (પ. ઠ. ણ.) જૂનાં રોકાણો આર્થિક પ્રવાહો અને વારસાગત મિલકતમાંથી લાભના સંજોગો સર્જાય. હિંમત અને પરાક્રમવૃદ્ધિથી આપનું મનોબળ મજબૂત બનશે. નાણાકીય ક્ષેત્રે ફાયદો થાય. વિવેક અને ઉદારતા વધે. વ્યવહારમાં સંયમિતતા રાખવી. પેટ, હૃદય અને રક્ત સંબંધિત સમસ્યાઓથી સાચવવું. તા. 11-12-13 ઉત્સાહવર્ધક. તા. 14 સંકડામણ અનુભવાય. તુલા (ર. ત.) ભાગીદારીના વ્યવસાયમાં દૃઢતા આવે. ધંધાકીય ક્ષેત્રે નફો વધે. શત્રુવિજયી યોગ બને છે. યુવાનો સ્પર્ધાત્મક રીતે આગળ વધશે. હરીફો વિરુદ્ધના આપની વ્યૂહરચના સફળ બને. આરોગ્ય અને તંદુરસ્તી સારી રહેશે. પરિવારમાં ઉગ્રતાનું વાતાવરણ સર્જાય. ક્રોધ ઉપર કાબૂ મેળવવો હિતાવહ છે. તા. 10 મનદુઃખ જણાય. તા.13-14-15 સંકલ્પ ફળે. વૃશ્ચિક (ન. ય.) હરીફાઇ વધે અને હરીફો સામે વિજયી થશો. જૂનાં અને હઠીલાં દર્દોમાં રાહત અનુભવાશે. અટકેલાં કામમાં પ્રગતિ થશે. સંતાનની ગતિવિધિ ઉપર નજર રાખવી. લક્ષ્યાંક સિદ્ધ કરવામાં વધારે મહેનત કરવી પડશે. સાથી કર્મચારીઓના સહયોગ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે. તા. 11 અર્થહીન. તા. 14-15-16 સ્થિરતા મળશે. ધન (ભ. ધ. ફ. ઢ.) જમીન, મિલકત સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે સારો સમય છે. જૂના વિવાદોનું સમાધાન થઇ શકશે. નવી સંપત્તિ વસાવી શકાશે. વિદેશી બાબતોમાં સારો સહયોગ સર્જાય. શિક્ષણ સંસ્થાઓ માટે ઉત્તમ સમય છે. સ્વભાવ ચીડિયો બને. થોડી રઝળપાટ થાય, તેથી આરોગ્ય જાળવવું. તા. 10-11-12 આત્મબળ વધે. તા. 13 વ્યગ્રતા. મકર (ખ. જ.) પ્રભાવ, પ્રતિષ્ઠા અને સુખાકારી વધે. આવકમાં સ્થિરતા આવે. નવાં મકાન, મિલકત, વાહનોની ખરીદીની ઇચ્છા ફળીભૂત થાય. આર્થિક રોકાણ કરવા માટે ખૂબ સારો સમય છે. સરકારી કામકાજમાં સરળતા રહેશે. કોઈ નવા પ્રોજેક્ટ હેઠળ કામ કરવાનું બને. વાણીવિલાસ ન કરવો. તા. 12-13-14 પ્રવાસ થાય. તા.16 આળસ ઊપજે. કુંભ (ગ. શ. સ.) વિદ્યાર્થીઓને સુંદર પરિણામ પ્રાપ્ત થશે. નાણાકીય સ્થિતિ સારી રહે. ઓચિંતો ધનલાભ થઇ શકે. આવકના નવા આયામ મળશે. ધંધા અને વ્યવસાયમાં નવી તકોનું સર્જન થાય. શેરબજારમાં ઇચ્છિત લાભ થાય, પરંતુ આર્થિક જોખમો કરતા સો વાર વિચાર કરવો. તા. 11-14-15 શત્રુવિજય. તા. 13 વ્યથા. મીન (દ. ચ. ઝ. થ.) આર્થિક સ્થિતિ સુધરશે. આકસ્મિક ધનલાભ થઇ શકે. દરેક કામ ઉત્સાહથી કરતા સફળતા મળે, જે આપને મનોમય આનંદ અપાવે. ચિંતાઓના ભારણમાંથી મુક્ત થઈ હળવાશ અનુભવાશે. સ્વાભિમાનપૂર્વક વ્યવહાર કરી શકશો. માન-મોભો વધશે. ખાવાપીવામાં નિયંત્રણ રાખવું. પેટની તથા દાંતની સમસ્યાઓ સર્જાય. તા. 10-13-14 મક્કમતા.
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:હું જગતમાં, જગત મારામાં
    Next Article
    મજાતંત્ર:કેરી, આઇસક્રીમ કે પછી બરફના બારુદ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment